તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LIVE મારામારી:સુરતમાં પોલીસે વાહન ટોઇંગ કરવા જતા વાહનચાલક અકળાયો, બન્ને વચ્ચે માથાકૂટ થતા વાહનચાલકે પોલીસને લાફા ઝીક્યાં, ધરપકડ

સુરતએક મહિનો પહેલા
ગાડીને નીચે ઉતારવા માટે મથામણ કરી 
  • સ્થાનિકોએ દેકારો કરી પોલીસનો વિરોધ કર્યો

સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસના જવાનો અને વાહન ચાલકો વચ્ચે સતત ઘર્ષણના બનાવો બની રહ્યા છે. ગાડી પાર્ક કરવાને લઈને જ્યારે ટ્રેનમાં ટ્રાફિક જવાનો લઈ જતા હોય છે ત્યારે વાહન ચાલકોની અને પોલીસ વચ્ચે મોટાભાગે માથાકૂટ થતી જોવા મળે છે. એવી જ રીતે માસના દર ને લઈને પણ વારંવાર ઘર્ષણના બનાવો બની રહ્યા હતા.

પોલીસની કામગીરીનો વિરોધ કર્યો
રીંગ રોડ વિસ્તારની અંદર વાહન ચાલકે પોતાનું વાહન પાર્ક કર્યા બાદ ટ્રાફિકની ટ્રેન દ્વારા વાહન ઉપાડી લેતા ભારે માથાકુટ થઇ હતી. પોલીસ જવાન અને વાહન ચાલક વચ્ચે મારામારી થઈ ગઈ હતી. લોકોનું ટોળું એકત્રિત થઈને પોલીસની કામગીરીનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. વાહન ચાલકને પોલીસ વાનમાં બેસાડતા લોકોએ હુરિયો બોલાવી દીધો હતો.

વાહનચાલકને પોલીસ સ્ટેશન લઇ જવાયો
વાહનચાલકને પોલીસ સ્ટેશન લઇ જવાયો

ગાડીને નીચે ઉતારવા માટે મથામણ કરી
વાહનચાલકે જ્યારે જોયું કે ટોઇંગ ક્રેનમાં તેની ગાડી ઊંચકીને ટ્રાફિક જવાનો જઈ રહ્યા છે ત્યારે તે પોતાની ગાડીને નીચે ઉતારવા માટે મથામણ કરતો હતો. ટ્રેનની નીચે પોતાની ગાડી ઉતારવા માટે તે સતત પોલીસ સાથે રાજ્ય કરતો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક જવાનો દ્વારા ખોટી રીતે તેની પાર્ક કરેલી ગાડી ઉઠાવવામાં આવી રહી હતી.

પોલીસ અને વાહનચાલક વચ્ચે ધક્કામુક્કી શરૂ
મોટરસાયકલ ચાલકે જ્યારે પોતાની ગાડીને ક્રેનની નીચે ઉતારવાનું શરુ કર્યું ત્યારે પોલીસે તેને રોકી લીધો હતો. ત્યારબાદ તેને પીસીઆર વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જવાનો પ્રયત્ન કરતા પોલીસ અને વાહન ચાલક વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી. વાહનચાલક સતત રટણ કરતો રહ્યો કે તેની ગાડી ખોટી રીતે ટ્રાફિક જવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

વાહનચાલકને પોલીસ સ્ટેશન લઇ જવાયો
વાહનચાલકોને ટ્રાફિકના જવાનો વચ્ચે ઘર્ષણ થતા આસપાસના લોકોનું ટોળું ફરી વળ્યું હતું. પોલીસને કામગીરીને આસપાસના લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરવાનું શરૂ કરી દીધું હતું. આખરે પોલીસે વાહન ચાલકને પીસીઆર વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો અને તેની મોટરસાયકલને ટોઇંગ ક્રેઈનમાં લઈ જવાઈ હતી.