• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Innocent Girl Who Ran Away On The Road Leaving Her Mother In A Disgraceful Condition, Died After Being Hit By Surat City Bus

સુરતમાં આવતાં જ મોત:માતાને નિદ્રાવાન હાલતમાં છોડી રોડ ઉપર દોડી ગયેલી 1 વર્ષીય બાળકી સિટી બસની અડફેટે આવતાં મોત

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • ઔરંગાબાદથી આજે જ માતા પોતાની એક વર્ષની દીકરી સાથે સુરત રોજગારીની શોધમાં આવી હતી

સુરતમાં દિલ્હી ગેટ નજીક માતાને નિદ્રાવાન હાલતમાં છોડી રોડ ઉપર દોડી ગયેલી માસૂમ બાળકીને સિટી બસની અડફેટે આવતાં મોતને ભેટી હોવાની દુઃખદ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં મહિધરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદથી આજે જ માતા પોતાની એક વર્ષની દીકરી સાથે સુરત રોજગારીની શોધમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો
ડી. ડી. ચૌહાણ (PSI, મહિધરપુરા પોલીસ સ્ટેશન)એ જણાવ્યું હતું કે એક વર્ષની બાળકીને દિલ્હી ગેટ યુનિયન બેંકની સામે રોડ ઉપર કોઈ અજાણ્યો વાહનચાલક અડફેટે લઈ ભાગી જતાં પોલીસે હિટ એન્ડ રન કેસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાળકીનું નામ રામેશ્વરી હોવાનું અને માતા આરતીબેન અક્ષયભાઈ ચૌહાણ સાથે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી આજે સવારે જ સુરત આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

સિટી બસનો ચાલક માસૂમને અડફેટે લઈ ભાગી ગયો
તેણે વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં કોઈ પરિચિત ન હોવાથી આરતી પોતાની એક વર્ષની દીકરી સાથે દિલ્હી ગેટ યુનિયન બેંક સામેના ઓવર બ્રિજ નીચે આરામ કરી રહી હતી. દરમિયાન આરતીને ઉંઘ આવી જતા માસૂમ રામેશ્વરી રમતા રમતા નિદ્રાવાન માતાને છોડી રોડ ઉપર ચાલી ગઈ હોય એમ લાગે છે. ત્યારે સિટી બસનો ચાલક માસૂમને અડફેટે લઈ ભાગી ગયો હતો.

માતા ઉંઘમાંથી ઉઠતા બાળકી મૃત મળી
રામેશ્વરીનું ઘટનાસ્થળે જ મોત નીપજતા લોકોએ હોબાળો મચાવી દીધો હતો. જેને લઈ માતાની ઊંઘ ઊડી જતાં બાજુમાં દીકરીને ન જોઈ તે રોડ ઉપર દોડી ગઈ હતી. જ્યાં આરતીને માસૂમ પુત્રીને મૃત હાલતમાં જોઈ શોકમાં સરી પડ્યા હતા. હાલ મહિધરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.