• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Doctor Daughter Who Killed Her Mother And Sister In Surat And Tried To Commit Suicide Said How Can They Live Without Me So Killed Them

ડાઈંગ ડિક્લેરેશન:સુરતમાં માતા-બહેનની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કરનાર ડોક્ટર દીકરીએ કહ્યું- મારા વગર કેવી રીતે જીવશે તેથી બેભાન કરવાના ઈન્જેક્શનના ઓવરડોઝથી હત્યા કરી

સુરત2 મહિનો પહેલા
ડાબેથી મૃતક માતા મંજુલાબેન, ટીચર બહેન ફાલ્ગુની અને આપઘાતનો પ્રયાસ કરનાર દર્શનાની ફાઈલ તસવીર.
  • રક્ષાબંધન કરવા મુંબઇથી ઘરે આવેલા ભાઈને માતા, એક બહેનની લાશ મળી

સુરતના કતારગામમાં જીંદગીથી કંટાળી મહિલા તબીબે માતા અને નાની બહેનને બેભાન કરવાના ઈન્જેક્શનના ઓવરડોઝ આપી હત્યા કર્યા બાદ પોતે પણ ઉંઘની ગોળીઓથી સુસાઈડનો પ્રયાસ કર્યો હતો. મહિલા તબીબે પોતાના ડાઈંગ ડિક્લેરેશનમાં કહ્યું હતું કે, મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી પણ મારા વગર માતા-બહેનનું શું થશે? એ ચિંતામાં હત્યા કરી હતી. હાલ તો પોલીસ દ્વારા ડોક્ટર દીકરી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ડો. દર્શનાએ સુસાઈડ નોટ પણ લખી હતી. હાલ કિરણ હોસ્પિટલમાં ડાઈંગ ડિક્લેરેશનમાં મેજીસ્ટ્રેટ સમક્ષ લખાવ્યું હતું તે તેનાજ શબ્દોમાં...

ડો. દર્શનાએ ડાઈંગ ડેક્લેરેશનમાં કહ્યું કે હું મારી માતા અને બહેન સાથે લાગણીથી જોડાયેલી છું. અમે ત્રણેય જણા એકબીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એવું નથી. મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી. પરંતુ મે વિચાર્યું કે મારા વગર મારી માતા-બહેનનું શું થશે.તેઓ મારા વગર કેવી રીતે જીવશે તેથી તેમને મારી નાખવાનું નક્કી કર્યું હતું. બહેનની તબિયત થોડી સારી ન હતી અને માતાને શરીર દુખતું હોવાથી રાત્રે 12:30 વાગે ઉંઘની દવાનું ઇન્જેક્શન આપીને તેમની હત્યા કર્યા બાદ મે ઉંઘની 27 ગોળી ખાઈ લીધી હતી.તેણીએ સુસાઈડ નોટમાં પણ એવું જ લખ્યું છે કે, હું મરીશ તો મારી બહેન અને માતાનું શું થશે?

ડોક્ટર દીકરીની હાલ સારવાર ચાલી રહી છે.
ડોક્ટર દીકરીની હાલ સારવાર ચાલી રહી છે.

પિતા 20 વર્ષથી અલગ રહે છે
મૂળ ભાવનગરના તળાજાના પસવી ગામના વતની અને કતારગામ ધનમોરા નજીક સહજાનંદ સોસાયટીમાં રહેતા વાટલીયા પ્રજાપતિ સમાજના 62 વર્ષીય મંજુલાબેન કાંતિભાઈ સોંડાગરની 31 વર્ષીય મોટી પુત્રી દર્શના હોમિયોપેથી તબીબ છે અને પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતી હતી. તેમની 29 વર્ષીય નાની પુત્રી ફાલ્ગુની પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષિકા હતી. પુત્ર ગૌરવ પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. પિતા 20 વર્ષથી અલગ રહે છે.

મહિલા ડોક્ટર સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા ડોક્ટર સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાઈએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા
તબીબ પુત્રી દર્શનાએ શનિવારે મોડી રાત્રે માતા અને તેમની નાની બહેનને ઈન્જેક્શન આપી હત્યા કરી પોતે ઉંઘની વધુ પડતી દવાઓથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સવારે રક્ષાબંધન હોવાથી ગૌરવ ઘરે પરત આવ્યો ત્યારે ત્રણેને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં માતા-નાની બહેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે દર્શનાની હાલત ગંભીર હતી.

ઘટના સમયે માતા અને બે પુત્રીઓ ઘરે હતા અને એક ભાઈ બહાર હતો.
ઘટના સમયે માતા અને બે પુત્રીઓ ઘરે હતા અને એક ભાઈ બહાર હતો.

ઊંઘની 27 ગોળી ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
કતારગામમાં મહિલા તબીબે ઇન્જેક્શનના ઓવરડોઝ આપી માતા-બહેનની હત્યા કરી પોતે ઊંઘની 27 ગોળી ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મધરાતે બેભાન કરવાના ઇન્જેક્શન આપ્યા હતા. મુળ તળાજાનાં મંજૂલાબેનની મોટી દીકરી દર્શના BHMS, નાની દીકરી શિક્ષિકા હતી.

મુંબઈથી ઘરે આવેલા ભાઈને માતા અને બહેનો બેભાન હાલતમાં મળ્યા હતા.
મુંબઈથી ઘરે આવેલા ભાઈને માતા અને બહેનો બેભાન હાલતમાં મળ્યા હતા.

ડોક્ટર દીકરીએ હત્યા કરી હોવાનો કબૂલાત કરી
પોલીસે દર્શનાની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, મારે અંગત કારણોસર જીંદગીથી કંટાળી આપઘાતનું વિચાર્યું હતું. અમે ત્રણેય માતા-પુત્રીઓ લાગણીથી એટલા જોડાયેલા હતા કે એક બીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એવું નથી. આપઘાત બાદ માતા અને બહેનનું શું થશે તેવું વિચારી હત્યા કરી હોવાનો કબૂલાત કરી હતી.