તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કબૂલાત:સુરતમાં ભાજપમાં જોડાયેલા શૈલેષ ગજેરાએ કબૂલ્યું- 'આપ'ના વોર્ડ નં.-3માં ઉપપ્રમુખ તરીકે હાલ નથી, મંચ પરથી ભૂલથી બોલાઈ ગયું

સુરત2 મહિનો પહેલા
ભાજપમાં જોડાયેલા શૈલેષ ગજેરા આપમાં કોઈ હોદ્દા પર ન હોવાનો ખુલાસો થયો.
  • આપના ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા હોવાની વાત ખોટી પુરવાર થઈ

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે સુરતના ઉધના કમલમ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી. આપના વોર્ડ નંબર-3ના ઉપપ્રમુખ શૈલેષ ગજેરા ભાજપમાં જોડાયા હોવાની વાત વહેતી થઈ હતી. ભાજપના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર-3ના ઉપપ્રમુખ શૈલેષ ગજેરા ભાજપમાં જોડાયા છે. પરંતુ શૈલેષ ગજેરા કોઈ હોદ્દા પર ન હોવાનો ખુલાસો થયો હતો. શૈલેષ ગજેરાએ કબૂલ્યું હતું કે, 'આપ'ના વોર્ડ નં.-3માં ઉપપ્રમુખ તરીકે હાલ નથી, મંચ પરથી ભૂલથી બોલાઈ ગયું હતું.

ભાજપના નેતાઓએ આપના વોર્ડના ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા હોવાની વાત કરી હતી
દિવ્ય ભાસ્કર સાથે શૈલેષ ગજેરાની ટેલિફોનિક વાતચીતમાં તેમણે કબૂલ્યું કે હું વોર્ડ નંબર-3માં આમ આદમી પાર્ટીમાં હાલ ઉપપ્રમુખના હોદ્દા પર નથી. ગઈકાલે કમલમ ખાતે મંચ ઉપરથી મારાથી ભૂલમાં બોલાઈ ગયું કે હું આમ આદમી પાર્ટીમાં વોર્ડનો ઉપપ્રમુખ છું. હું આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા હતો પરંતુ હાલ કોઈ હોદ્દા ઉપર ન હોવાનું તેમણે જણાવ્યું હતું. છતાં પણ ગઈકાલે ભાજપના શહેર પ્રમુખ અને અન્ય નેતાઓ દ્વારા આપના વોર્ડના ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા હોવાની વાત કરી હતી.

ભાજપમાં જોડાયેલા શૈલેષ ગજેરાએ કહ્યું- મંચ પરથી ભૂલથી બોલાઈ ગયું.
ભાજપમાં જોડાયેલા શૈલેષ ગજેરાએ કહ્યું- મંચ પરથી ભૂલથી બોલાઈ ગયું.

આપ પાર્ટીના ઉપપ્રમુખ પદ પર રહ્યા હોય તો તેના કોઇ પુરાવા?
દિવ્ય ભાસ્કર દ્વારા શૈલેશ ગજેરા અને પૂછવામાં આવ્યું કે ભૂતકાળમાં પણ જો તમે આપ પાર્ટીના ઉપપ્રમુખ પદ પર રહ્યા હોય તો તેના કોઇ પુરાવા હોય તો તે રજૂ કરી શકો છો. પરંતુ તેમણે કહ્યું કે મારી સોશિયલ મીડિયાની પોસ્ટ ઉપર મે ઘણા સમય પહેલા મૂક્યું હતું પરંતુ તે પોતે અત્યારે મારા હાથ લાગી રહી નથી. જો એ મને મળી જાય તો હું સત્તાવાર રીતે તમારી સમક્ષ રજૂ કરીશ.

ગત રોજ 300 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા.
ગત રોજ 300 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા.

આપમાંથી ભાજપમાં જોડાતા હોવાનું દૃશ્ય ઊભું કરવાની હોડમાં ભૂલ
હાલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સોસાયટીના રહીશો અને ભાજપના કેટલાક હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા હતા. તેને લઈને એક પ્રકારનું દબાણ ભાજપ ઉપર ઊભું થતું હોય તેવું જણાઈ રહ્યું હતું. સૂત્રોના કહેવા પ્રમાણે કદાચએ દબાણ હેઠળ ભાજપના નેતાઓ જાણે પોતે આમ આદમી પાર્ટીમાં જેટલા કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે તેના કરતાં વધુ ભાજપમાં કાર્યકર્તાઓ આવી રહ્યા હોય તેવું દૃશ્ય ઊભું કરવાની હોડમાં આ ભૂલ કરી બેઠા છે.

શહેરની સોસાયટીઓના લોકો આપમાં જોડાતા ભાજપ ઉપર દબાણ ઊભું થતું હોય તેવી સ્થિતિ.
શહેરની સોસાયટીઓના લોકો આપમાં જોડાતા ભાજપ ઉપર દબાણ ઊભું થતું હોય તેવી સ્થિતિ.

ભાજપના સંગઠન દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટેની કવાયત
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પોતાનું એડીચોટીનું જોર લગાવી રહી છે. જે વિસ્તારમાં પ્રજા સત્તાપક્ષથી નારાજ છે. તેમની સાથે સંપર્ક કરીને પોતાની તરફ લાવવા માટે તેઓ સફળ થઇ રહ્યા છે. તેવા સમયે ભાજપના સંગઠન દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અને પોતાના પક્ષ તરફ ખેંચવાની હાલમાં રાજકીય પક્ષો ઘણી વખત ઉતાવળથી જાહેરાતો કરતા હોય છે અને તેવા સમયે આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય છે.