તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:છેડતી, બળાત્કારની ઘટના બનશે તો જવાબદાર કોણ?

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.માં શિફ્ટ સિસ્ટમનો વિરોધ
  • મહિલા કર્મીઓની નોકરી છોડવાની ચીમકી

વીર નર્મદ યુનિવર્સિટીએ પરીક્ષા વિભાગમાં શિફ્ટ સિસ્ટમ દાખલ કરતા કરાર આધારિત 86 કર્મચારીએ વિરોધ નોંધાવ્યો છે. મહિલા કર્મચારીઓએ ઇન્ચાર્જ રજિસ્ટ્રારને પ્રશ્ન કર્યો કે, દક્ષિણ ગુજરાતના ગામડેથી આવતી મહિલા કર્મી સાથે છેડતી, દુષ્કર્મ જેવી ઘટના બને તો જવાબદાર કોણ?

યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરીએ પરીક્ષા વિભાગમાં ફરજ બજાવતી કરાર આધારિત 8 મહિલા કર્મીને પહેલી શિફ્ટમાં સવારે 7થી બપોરે 3 કલાક અને 8 મહિલા કર્મીને બીજી શિફ્ટમાં સવારે 11થી સાંજે 7 સુધી ફરજ બજાવવાનો આદેશ કર્યો છે. જેથી કર્મીઓમાં આક્રોશ ફેલાયો હતો. કરાર આધારિત કર્મચારી મંડળે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરીને આવેદન આપી વિરોધ નોંધાવતા કહ્યું કે, પરીક્ષા વિભાગમાં 80% મહિલા કર્મીઓ 15 વર્ષથી 10ઃ30થી 18ઃ10 કલાક દરમિયાન ફરજ બજાવે છે. પરંતુ યુનિવર્સિટીએ પરિપત્ર કરી શિફ્ટ સિસ્ટમ દાખલ કરી છે.

મોટાભાગની મહિલા કર્મીઓ ભરૂચ, વલસાડ, સોનગઢ, મહુવા, મઢી, વ્યારા, વાપી અને બારડોલીના ગામડેથી આવે છે. વહેલી સવારે અને મોડી સાંજે અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ? જાતિય સતામણી થાય તો જવાબદાર કોણ? આ અંગે કાર્યવાહી ન થશે તો તમામ કર્મીઓ નોકરી છોડી વિરોધ નોંધાવશે.

અન્ય સમાચારો પણ છે...