• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Only Those Who Have Taken Both Doses Of Corona Vaccine Will Be Able To Participate In The Street society Garba On Navratri In Surat

સુરત પાલિકાની જાહેરાત:કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય તે જ નવરાત્રિમાં શેરી-સોસાયટીના ગરબામાં ભાગ લઈ શકશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 વર્ષથી વધુ વયના 34.32 લાખમાંથી 46.22 ટકા લોકોને જ બંને ડોઝ મળ્યા છે
  • સુરતમાં વધતા કોરોના કેસ ને ધ્યાનમાં રાખીને સુરત પાલિકા દ્વારા કરાઇ જાહેરાત

સુરત શહેરમાં ધીરે ધીરે કોરોના માથું ઉંચકી રહ્યો છે. કોરોના કેસોની સંખ્યામાં થતો વધારો કોર્પોરેશન માટે પડકારજનક સ્થિતિમાં ફેરવાય તે પહેલાં જ કોર્પોરેશન સતર્ક થઈ ગઈ છે. આગામી દિવસોમાં નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને લોકો ઉજવણી માટે તલપાપડ થઈ રહ્યા છે પરંતુ લોકો એકત્રિત થાય તો કોરોના ફરીથી સક્રિય થઇ શકે છે. તેથી સુરત કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર દ્વારા શેરી મહોલ્લાની અંદર નવરાત્રિની ઉજવણીની છૂટ આપવામાં આવી છે પરંતુ સાથોસાથ સુરત કોર્પોરેશને નવરાત્રિમાં બંને ડોઝ લીધા હોય તે વ્યક્તિઓ જ ભાગ લઈ શકે તેવી જાહેરાત કરી છે.

નવરાત્રિમાં ભાગ લેનાર લોકોએ ફરજિયાત બીજો ડોઝ લેવો જરૂરી
કોર્પોરેશન દ્વારા સુરત શહેરની મોટા ભાગની સોસાયટીઓના પ્રમુખો સાથે બેઠકો કરીને તેમજ સુરક્ષા કવચ સમિતિ સાથે બેઠક કરી તમામ લોકો સેકન્ડ લઈ લે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. સોસાયટીના પ્રમુખોને સૂચના આપવામાં આવી છે કે પોતાના શેરી મોહલ્લામાં નવરાત્રિનું આયોજન થાય છે ત્યાં ઉજવણીમાં ભાગ લેનાર લોકોએ ફરજિયાત બીજો ડોઝ પણ લેવો જરૂરી છે.

બીજો ડોઝ લીધો નથી તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં
સુરત શહેરની અંદર અંદાજે 98 ટકા જેટલા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. લોકો નવરાત્રિની ઉજવણી માટે એકત્રિત થાય તેવા તમામ બીજો ડોઝ લીધો હોય તો કોરોના સંક્રમણને અટકાવી શકાય. જોકે મહત્વની બાબત એ છે કે શહેરમાં અંદાજિત 53.84 ટકા કરતા વધુ લોકોએ હજી સુધી બીજો ડોઝ મળ્યો નથી. તો તેમની સામે કયા પ્રકારના પગલાં લેવાશે તેને અંગેની કોઈપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ ઉત્સવની ઉજવણી માટે છૂટછાટ આપવામાં આવી છે (ફાઈલ તસવીર).
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ ઉત્સવની ઉજવણી માટે છૂટછાટ આપવામાં આવી છે (ફાઈલ તસવીર).

કોરોના સંક્રમણનો વ્યાપ ન વધે તે માટે સતર્ક રહેવા સૂચન
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે શહેરમાં કોરોના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ ઉત્સવની ઉજવણી માટે છૂટછાટ આપવામાં આવી છે પરંતુ સાથોસાથ કોરોના સંક્રમણનો વ્યાપ ન વધે તેના માટે પણ સતર્ક રહેવાનું સૂચન કરાયું છે. નવરાત્રિની ઉજવણી કરવામાં આવનાર સોસાયટીઓ, શેરીઓમાં અને મહોલ્લામાં ફરજિયાત પણે બીજો ડોઝ લેવો જરૂરી છે. જે તે સોસાયટીના પ્રમુખ અને અમે સંપર્ક કરીને ત્યાંના સ્થાનિક રહીશો નવરાત્રિ પહેલા વેક્સિનનો બીજો ડોઝ લઈ લે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે.

સુરતની મોટાભાગની સોસાયટીઓમાં ગરબાનું આયોજન થાય છે (ફાઈલ તસવીર).
સુરતની મોટાભાગની સોસાયટીઓમાં ગરબાનું આયોજન થાય છે (ફાઈલ તસવીર).

સુરતમાં વેક્સિનેશનનું સરવૈયું
પાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરતમાં 18 વર્ષથી વધુ વયના 34.32 લાખ લોકો છે. જે પૈકી 33.67 લાખ લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે 15.84 લાખ લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. જેથી પહેલો ડોઝ મેળવનારની ટકાવારી 98 ટકા થઈ છે. જ્યારે બંને ડોઝ લેનારની ટકાવારી 46.16 ટકા છે.