તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા દ્વારા ઉર્વશી ચૌધરીને દારૂ પીધેલી હાલતમાં ગાડી હંકારતાં અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. પરિવારજનોના આક્ષેપ છે કે અમારા પર ફોન કરીને કેસને દબાવી દેવા માટે લાલચ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રૂપિયા અને રાજકીય વગ વાપરીને કેસને રફેદફે કરવા માટે તમામ ષડયંત્ર રચવામાં આવી રહ્યાં છે.
પોલીસ કામગીરી પર શંકા
અતુલ વેકરિયા ઉર્વશી ચૌધરી નામની યુવતીને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. ઉર્વશી ચૌધરીની અંતિમવિધિ સુરત જિલ્લાના બારડોલી ખાતે કરવામાં આવી હતી. મૃતકનાં પરિવારજનોએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અતુલ વેકરિયાના રાજકીય સંબંધો નેતાઓ સાથેના ખૂબ જ નજીકના હોવાથી અને પોતે પૈસાદાર હોવાથી પોલીસ પણ તેને આશરો આપી રહી છે, જેને કારણે પોલીસની કામગીરી પર પણ શંકા ઊભી થઈ છે.
બહેનને ન્યાય અપાવીશ-ભાઈ
મૃતકના ભાઇ નીરજ ચૌધરીએ પોતાની નિર્દોષ બહેનને મોતને ઘાટ ઉતારનાર અતુલ વેકરિયા સામે કડકમાં કડક સજા થાય એવી માગ કરી હતી. કાયદાકીય રીતે મારી બહેનને ન્યાય મળે એવી અમે પરિવારજનો આશા રાખીને બેઠા છીએ, પરંતુ જે પ્રકારના ખેલ પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યા છે એ જોતાં અમને પોલીસની કામગીરી પર પણ શંકા ઊભી થઈ છે. ભલે અતુલ વેકરિયા ગમે તેટલા પ્રયાસો કરીને અમારા પર દબાણ લાવી કેસને દબાવવાનો પ્રયાસ કરશે, પરંતુ હું મારી બહેનને ન્યાય અપાવીને જ રહીશ.
અગ્નિદાહ આપી વિદાય આપી-માતા
મૃતકની માતાએ જણાવ્યું, મારે મારી દીકરીની લગ્ન કરીને વિદાય કરવાની હતી, પણ અમારે તેને અગ્નિદાહ આપવો પડયો છે. મારી દીકરીના મોત માટે મને 25 કે 50 લાખ રૂપિયામાં આપવામાં આવે તો એ રૂપિયાનું અમે શું કરીશું. મારી વહાલસોયી દીકરીથી બીજું કોઈનું મહત્ત્વ નથી. એ મારી દીકરી નહીં, પરંતુ દીકરો હતો. અમે ન્યાયની આશા રાખી રહ્યા છીએ. અમારા પરિવારમાંથી જો કોઇને કંઇ પણ થશે તો તેના માટે અતુલ વેકરિયા જવાબદાર હશે.
ફોન દ્વારા લાલચ અપાય છે
મૃતક ઉર્વશીના કાકા અતુલભાઈએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર બેટી બચાવો અને બેટી પઢાઓની વાત કરે છે. ત્યારે અમારી દીકરી સાથે અન્યાય કરવા માટે એક હત્યારાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, એ ખૂબ જ દુઃખદ બાબત છે. અમારા પરિવાર પર ઉર્વશીનો એકાએક થયેલા અવસાનને કારણે આભ તૂટી પડયું છે. મારા ભાઈ પર અતુલ વેકરિયા પોતાનો રાજકીય વગ વાપરીને ફોન કરીને કેસ પરત ખેંચી લેવા માટે દબાણ આવી રહ્યા છે. રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે, પરંતુ અમે નિર્દોષ છીએ. અમે અમારી દીકરીને ગુમાવી છે. અમે કોઈપણ પ્રકારના દબાણ અને લાલચમાં ન આવીને તેને ન્યાય અપાવવા માટે અંત સુધી લડાઇ લડીશું. ભલે તેમની પાસે ગમે તેટલી રાજકીય વગ હશે અને પૈસાનું જોર હશે તોપણ અમને ન્યાયાલય પર સંપૂર્ણ વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.
પોલીસની કામગીરી શંકાસ્પદ
મૃતકના એડવોકેટે અલય દવેએ જણાવ્યું હતું કે ઉમરા પોલીસ દ્વારા જે પ્રકારની એફઆઈઆર નોંધવામાં આવી છે એના ઉપરથી સૌકોઈને સ્પષ્ટતા થઈ ગઈ છે કે આ કેસમાં પોલીસ હત્યારા અતુલ વેકરિયાને બચાવવા માટે સંપૂર્ણ કોશિશ કરી રહી છે. જે કલમો લગાવવી જોઈએ એ કલમ ન લગાવીને ઉર્વશી ચૌધરી સાથે અન્યાય થઈ રહ્યો છે. સમગ્ર ઘટનામાં દોષિત સામે જે પ્રકારની કાયદાકીય કલમ લગાડવી જોઈતી હતી એ ન લગાડીને પોલીસની કેસ પ્રત્યેની તટસ્થતા સૌની સામે આવી ગઈ છે. અમે ન્યાય માટે હાઇકોર્ટ સુધી પિટિશન કરવા માટેની તૈયારી કરી છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.