તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસ્ટિસ ફોર ઉર્વશી:સુરતમાં દારૂના નશામાં કારથી મહિલાને કચડી મારનાર અતુલ વેકરિયા પોલીસ સ્ટેશનમાં હાજર થયો, કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક મહિલા અને આરોપી અતુલ વેકરિયાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક મહિલા અને આરોપી અતુલ વેકરિયાની ફાઈલ તસવીર.
  • આગામી 12 એપ્રિલના રોજ અતુલ આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાનાર છે

સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા દ્વારા ઉર્વશી નામની યુવતીને કારથી અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ દારૂના નાશમાં કાર અકસ્માત કર્યો હોવાનું પૂરવાર થતા અતુલ વેકરિયાની ધરપકડનો રસ્તો ખુલ્લો થયો હતો. જોકે, તે પહેલાં અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન આગોતરા જામીન કર્યા બાદ આજે અતુલ ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. હાલ તો પોલીસે ધકપકડની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો અતુલનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

RT-PCRનો રિપોર્ટ આવવાનો બાકી
આરોપી અતુલ વેકરીયા ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ તેને કોવિડ ટેસ્ટ માટે લઈ જવાયો હતો. અતુલ વેકરીયાનો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આરટીપીસીઆર રિપોર્ટ પણ કાઢવામાં આવ્યો હતો. અતુલ વેકરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પોલીસ જાપ્તા સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હજી RT-PCRનો રિપોર્ટ આવવાનો બાકી છે. જોકે, રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા જ તેને સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યા છે.

ઘટના શું હતી?
હોળી અગાઉ આરોપી વેકરિયા દારૂની મહેફિલ માણીને યુનિવર્સિટી રોડ પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં ત્રણ વાહનોને અડફેટમાં લીધાં હતા. જેમાં વેસુના સોમેશ્વરા સ્કેવર સામે અભિષેક પાર્કમાં રહેતા ફરિયાદી નિરજ મનુ ચૌધરી 26મી માર્ચે રાત્રે પોતાની બહેન ઉર્વશીને મોપેડ પર ફ્રેન્કી ખાવા લઈ ગયો હતો. જે દરમિયાન પાર્ક કરેલી મોપેડ પર બેઠેલી 28 વર્ષની ઉર્વેશી ચૌધરીને અતુલ વેકરિયાએ અડફટે લેતા ઉર્વશીનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું.. પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીને અટકમાં લીધો હતો. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાતા તેને 15 હજારના જાત જામીન પર મુક્ત કરતો હુકમ કરાયો હતો.

મોપેડ પર બેસેલી યુવતીને કારથી કચડી મારી હતી.
મોપેડ પર બેસેલી યુવતીને કારથી કચડી મારી હતી.

સાપરાધ મનુષ્ય વધની કલમ બાદ ધરપકડનો રસ્તો ખુલ્લો
અતુલ બેકરીના આરોપી માલિક અતુલ વેકરીયા સામે સાપરાધ મનુષ્ય વધ અને ડ્રીંક એન્ડ ડ્રાઈવના ગુનાની કલમ ઉમેરવામાં આવી હતી. કલમ ઉમેરાના રિપોર્ટને કોર્ટે મંજુરી આપી દીધી હતી. આરોપી વિરુધ્ધ સેશન્સ ટ્રાએબલ ગુનાની કલમ ઉમેરાતા ટ્રાયલ કોર્ટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે ઉમરા પોલીસ અતુલ વેકારીયાને શોધવા અતુલના પીપલોદમાં આવેલા ઘરે શોધવા ગઈ હતી પણ અતુલ હાથ લાગ્યો ન હતો.

મહિલાનું મોત થતા સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો હતો.
મહિલાનું મોત થતા સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો હતો.

જેલની હવા ખાવાનો વખત આવતા અતુલ ભૂગર્ભમાં
હાઈ પ્રોફાઈલ કેસ હોવાને લીધે અતુલના અનેક ધમપછાડા બાદ પણ જેલની હવા ખાવાનો વખત આવતા અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ત્યારબાદ અતુલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેના પર આગામી 12 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાનાર છે. દરમિયાન આજે અતુલ ઉમરા પોલીસમાં હાજર થઈ ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો