તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • For Children Who Could Not Get Admission In Private Schools Due To Non payment Of Fees, Teachers In Surat Explained To Get Admission In Government Schools Through Loudspeakers

અનોખો પ્રયાસ:ખાનગી સ્કૂલમાં ફી ન ભરવાથી પ્રવેશ ન મેળવી શકનારા બાળકો માટે સુરતમાં શિક્ષકોએ લાઉડ સ્પીકરથી સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા સમજણ આપી

સુરત3 મહિનો પહેલા
સરકારી સ્કૂલના શિક્ષકોનો અનોખો પ્રયાસ.
  • બાળકોનું શૈક્ષણિક વર્ષ ન વેડફાય તે માટે ઝુંબેશ શરૂ કરાઇ

કોરોનાકાળ દરમિયાન અનેક લોકોએ પોતાની રોજીરોટી ગુમાવી છે. આજે ગરીબ અને મધ્યમવર્ગના લોકો પાસે આવકના સ્ત્રોત ખૂબ નહિવત પ્રમાણમાં છે. જ્યાં નોકરી કરતા હતા, મજૂરી કરતા હતા તે કામ પણ છેલ્લા લાંબા સમયથી બંધ હોવાથી આર્થિક રીતે ભીંસમાં મુકાઈ ગયા છે. પોતાના પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું તે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. આર્થિક સંકટના સમયમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. પ્રાઇવેટ સ્કૂલમાં ફી ન ભરવાથી પ્રવેશ ન મેળવી શકનારા બાળકોનું શૈક્ષણિક વર્ષ ન વેડફાય તે માટે કોર્પોરેશનના શિક્ષકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવવા લાઉડ સ્પીકર ઉપર ઝુંબેશ શરૂ કરાઇ છે. જેમાં સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા સમજણ આપવામાં આવી રહી છે.

સરકારી સ્કૂલના શિક્ષકોએ પોતાની નૈતિક જવાબદારી સમજી
ખાનગી સ્કૂલોમાં પોતાના બાળકોને શિક્ષણ આપતા વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ થતાં તેવો પ્રાઇવેટ શાળાની મસમોટી ફી ભરી શકે તેવી સ્થિતિમાં નથી તેથી સરકારી સ્કૂલના શિક્ષકોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને પોતાના વિસ્તારમાં જઈને ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.

શેરીએ-શેરીએ જઈને શિક્ષકો લોકોને જગૃત કરી રહ્યા છે.
શેરીએ-શેરીએ જઈને શિક્ષકો લોકોને જગૃત કરી રહ્યા છે.

શિક્ષકો શેરીએ-શેરીએ લોકોને જાગૃત કરે છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 222 અને 255ના શિક્ષકો દ્વારા લાઉડ સ્પીકરો લઈને શેરીએ-શેરીએ અને મહોલ્લાઓમાં જઈને સરકારી શાળામાં બાળકોને અપાતી સુવિધાઓ શિક્ષણ અંગે માહિતગાર કરી રહ્યા છે. જેથી કરીને પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશ ન મેળવી શક્યા હોય તો તેમણે પોતાના ઘરની નજીકની કોઇપણ સરકારી શાળામાં પ્રવેશ વિનામૂલ્યે લઈ લેવા માટે સમજણ આપવામાં આવી રહી છે. જેનાથી ફી ન ભરી શકવાની મુશ્કેલીના કારણે બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય.

સરકારી સ્કૂલની સુવિધાઓ અંગે લોકોને માહિતગાર કરે છે.
સરકારી સ્કૂલની સુવિધાઓ અંગે લોકોને માહિતગાર કરે છે.

લોકોની માતૃભાષામાં પ્રચાર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા જે વિસ્તારમાં લોકો જે ભાષામાં સારી રીતે સમજી શકે તે ભાષાનો ઉપયોગ કરીને સરકારી શાળાના પ્રવેશ માટે પ્રચાર કરી રહ્યા છે. મરાઠી વિસ્તારના શિક્ષકો દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઉધના,પાંડેસરા, નાગશેનનગર આ વિસ્તારોમાં વાલીઓને પોતાના ઘરની નજીકની સરકારી શાળામાં પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે પોતાની માતૃભાષામાં પ્રચાર કરી રહ્યા છે.

લોકોને પેમ્પલેટ પણ આપવામાં આવે છે.
લોકોને પેમ્પલેટ પણ આપવામાં આવે છે.

પ્રાઇવેટ સ્કૂલની ફી ન ભરાતા વાલીઓ રૂબરૂ મળવા આવ્યા
શાળા નંબર 222ના મુખ્ય શિક્ષક ચંદ્રશેખર નિકમે જણાવ્યું કે જૂન મહિનાથી શાળાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ પ્રાઇવેટ સ્કૂલની ફી ન ભરાતા કેટલાક વાલીઓ રૂબરૂ મળવા માટે આવ્યા હતા અને પોતાની મુશ્કેલી જણાવી હતી. ત્યારબાદ અમને વિચાર આવ્યો કે આવા તો અનેક બાળકો હશે કે જે ફી ન ભરવાના કારણે શાળામાં પ્રવેશ મેળવી શકશે નહીં તેના કારણે તેમનું શૈક્ષણિક વર્ષ બગડી શકે છે. તેવા ગરીબ અને મધ્યમ પરિવારના બાળકોની ચિંતા કરીને અમે આસપાસના વિસ્તારના બાળકોને સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે સમજણ આપી રહ્યા છે.

લોકોએ પણ શિક્ષકોના અનોખા પ્રયાસને વધાવ્યો.
લોકોએ પણ શિક્ષકોના અનોખા પ્રયાસને વધાવ્યો.

ગરીબ અને મધ્યમ પરિવારના બાળકોની ચિંતા
વધુમાં જણાવ્યું હતું કે, સરકાર જે સુવિધાઓ અને શિક્ષણ માટે ખર્ચ કરી રહી છે. તે અંગેની માહિતી આપી રહ્યા છે. ઘરે-ઘરે ઓછા સમયમાં વધુ સંપર્ક કરવો એ શક્ય ન જણાતા અમે લાઉડસ્પીકરો લઈને અમારી શાળાની આસપાસના વિસ્તારમાં ફરવાનું શરૂ કર્યું છે. અમને એવું લાગે છે કે વાલીઓને સરકારી શાળા અંગેની માહિતી યોગ્ય મળશે તો તેમના બાળકોને સરકારી શાળાઓમાં અચૂક પ્રવેશ કરાવશે.