નજરાણામાં ઉમેરો:સુરતના પ્રાણી સંગ્રહાલયમાં વ્હાઇટ ટાઈગર જોડી આવી, ગૌરવ અને ગરીમાની જોડી શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાણી સંગ્રહાલયમાં આજથી રાજકોટથી લવાયેલી સફેદ વાઘની જોડી જોવા મળશે - Divya Bhaskar
પ્રાણી સંગ્રહાલયમાં આજથી રાજકોટથી લવાયેલી સફેદ વાઘની જોડી જોવા મળશે
  • પ્રાણીઓને કોરન્ટીન કરી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ આજથી ડિસ્પ્લે કરાયા

સુરતના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડન ખાતે આજથી વ્હાઈટ ટાઈગરની જોડી લાવવામાં આવી છે. ગૌરવ અને ગરીમા નામના વ્હાઈટ ટાઈગરને રાજકોટ ઝૂ ખાતેથી લાવવામાં આવ્યાં છે. પ્રાણી વિનિમય અંતર્ગત રાજકોટ ઝૂએ સુરત ઝૂને 1 સફેદ વાઘની જોડી, 1 શિયાળની જોડી અને 1 સિલ્વર ફીઝન્ટની જોડી સુરત પ્રાણી સંગ્રહાલયને આપી છે. જેમાં આજથી વ્હાઈટ ટાઈગર પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવતાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

પ્રાણી વિનિમય અંતર્ગત વાઘ આવ્યા
પાલિકાના સરથાણા નેચર પાર્ક ખાતે શહેરીજનોને આજથી વ્હાઇટ ટાઇગરની જોડી જોવા મળી રહ્યાં છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી વ્હાઇટ ટાઈગરને લાવવા માટે પ્રયાસ કરવામાં આવતા હતાં. આખરે તેમાં સફળતા મળી હતી. રાજકોટ ઝૂઓલોજિકલ પાર્કમાંથી વ્હાઈટ ટાઈગરની જોડી ગૈારવ અને ગરિમાને લાવવામાં આવતાં નેચર પાર્કમાં આકર્ષણમાં વધારો થયો છે. સાથે શિયાળ અને વિદેશી કલર ફૂલ પક્ષી સિલ્વર ફિઝનને લાવવામાં આવ્યાં છે. પાલિકાએ તેની સામે જળબિલાડીની એક જોડી અને એક જોડી દિપડાની આપી છે.

ગૌરવ અને ગરિમાની જોડી આજથી પ્રાણી સંગ્રહાયલમાં લોકો નિહાળી શકશે.
ગૌરવ અને ગરિમાની જોડી આજથી પ્રાણી સંગ્રહાયલમાં લોકો નિહાળી શકશે.

ગૌરવનું વજન 160 કિલો
વ્હાઈટ ટાઇગરની જોડીમાં ગૈારવનું 160 કિલોથી વધુ વજન છે, અને ગરિમાનું વજન 125 કિલો છે. બંનેની સવા બે વર્ષ ઉમર છે. પાલિકાના નેચરપાર્કના ડો.રાજેશ પટેલ સહિતની ટીમ રાજકોટ ખાતે ગઈ હતી ત્યાંના ઝુમાંથી પ્રાણી મેળવીને 445 કિ.મી. મુસાફરી ખેડી બાઇરોડ આઈસર ટેમ્પામાં લાવવામાં આવ્યાં હતાં.સુરત નેચરપાર્કમાં આવેલા પ્રાણીઓને નિયમ પ્રમાણે ક્વોરન્ટીન અને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ શહેરીજનો માટે ડિસ્પ્લે કરવામાં આવ્યાં છે.

વાઘણના મોત બાદ બે સફેદ વાઘ લાવવામાં આવ્યાં છે.
વાઘણના મોત બાદ બે સફેદ વાઘ લાવવામાં આવ્યાં છે.

વાઘની સંખ્યામાં વધારો
અત્યાર સુધી સરથાણા નેચર પાર્કમાં કૃષ્ણ નામનો એક જ વાઘ હતો. ગત 9 જૂનના રોજ સરથાણા નેચર પાર્કમાં વાઘણ સંભવીનું મોત થયું હતું.જેથી છેલ્લા અઢી મહિનાથી સરથાણા નેચર પાર્કમાં એક જ વાઘ હતો.સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પ્રથમ વખત સફેદ વાઘ લાવવામાં આવ્યાં છે. જેથી હવે વાઘની સંખ્યા 3 થઈ ગઈ છે. જેમાં બે નર અને એક માદાનો સમાવેશ થાય છે.