તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાંદેરમાં ચેકિંગ સમયે પાલિકાકર્મીએ મહિલા પોલીસ પર કાર ચઢાવી દીધી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર રોકતા મહિલા પોલીસને અડફેટમાં લીધી, આબાદ બચાવ
  • બંને પગ પર કાર ચઢાવી યુવક ભાગ્યો, પોલીસે પીછો કરી પકડ્યો

રાંદેર ગોરાટ રોડ પર વાહન ચેકિંગમાં પોલીસે કારને અટકાવવા જતા પાલિકાકર્મીએ ફૂલ સ્પીડમાં ગાડી મહિલા પોલીસકર્મી પર ચઢાવી દીધી હતી. મહિલા પોલીસને કચડી નાખવાના ઈરાદે ચાલક તેને કાર નીચે ઘસડી ગયો હતો એટલું જ નહીં મહિલા પોલીસ કર્મીના બંને પગ પરથી કાર ફેરવી ભાગી ગયો છૂટ્યો હતો. સદનસીબે મહિલા પોલીસનો ચમત્કારિક બચાવ થયો હતો. પોલીસકર્મીએ ફિલ્મી ઢબે પીછો કરી કાર ચાલકને પકડી લીધો હતો.

બનાવ અંગે મહિલા એલઆર (લોકરક્ષક) પૂજા શંકરભાઈ રબારીએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે કાર ચાલક સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. રાંદેર પોલીસે કાર કબજે કરી લીધી છે. કાર ઋતિક ઠાકોર પટેલ (ઉ.વ. 21) (રહે, રામનગર સોસા,રાંદેર) ના નામે હોવાની વાત પોલીસે કરી છે.

વધુમાં પોલીસે જણાવ્યું કે, આરોપી ઋતિક પટેલ તેની કાર લઈ 12મી તારીખે મોડી સાંજે રાંદેર ગોરાટ રોડ પર ગુલઝાર એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઇ રહ્યો ત્યારે રાંદેર પીએસઆઈ વાય.જી.ગીરનાર અને કોન્સ્ટેબલ ઉમેશ શિંદે વાહન ચેકિંગમાં હતા . પોલીસે ઋતિકને ઊભા રહેવા ઈશારો કરવા છતાં તેણે કારને ઝડપથી ભગાડી મુકી હતી. તે વખતે મહિલા પોલીસ અટકાવવા જતા તેને અડફેટે લીધી હતી.

21 વર્ષીય આરોપી કોવિડ સરવેનું કામ કરે છે
વાહન ચેકિંગ સમયે રાંદેર ગોરાટ રોડ ઉપર મહિલા પોલીસ કર્મી પુજાબેન શંકર રબારી પર કાર ચડાવી દેનાર રામનગર સોસાયટીમાં રહેનાર આરોપી 21 વર્ષીય ઋતિક ઠાકોર પટેલ હાલમાં સુરત મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે. જેમાં ઋતિક પટેલ શહેરમાં ઘરે ઘરે ફરીને કોરોનાના સરવેનું કામ કરે છે. આરોપી ઋતિક પટેલના પિતા ઠાકોરભાઇ ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...