તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રચારમાં જ વિરોધ:સુરતમાં ઉધનામાં પ્રચાર કરતા ભાજપના ઉમેદવારને જાહેરમાં મહિલાઓએ આડા હાથે લીધા

સુરત2 મહિનો પહેલા
પ્રચાર સભામાં જ ભાજપના ઉમેદવારનો વિરોધ.
  • છેલ્લા 5 વર્ષમાં વોર્ડમાં નહીં થયેલા કામો અંગે રોષ ઠાલવ્યો

સુરત શહેરના વોર્ડ નંબર 25માં પ્રચાર કરતા ભાજપના ઉમેદવારોને જાહેરમાં મહિલાઓએ એ ઉમેદવારોને આડા હાથે લીધા હોવાના વીડિયો સામે આવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં વોર્ડમાં નહીં થયેલા કામો અંગે રોષ ઠાલવી તમામ કામગીરીના વચનો લેખિતમાં માગતા પ્રચારક નેતાઓ પણ ચોંકી ગયા છે. ઉધના વિસ્તારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે.

મહિલાઓની ફરિયાદને નેતાઓએ તાત્કાલિક કાગળ પર લખી માહોલ શાંત પાડવાનો પ્રયાસ કર્યો.
મહિલાઓની ફરિયાદને નેતાઓએ તાત્કાલિક કાગળ પર લખી માહોલ શાંત પાડવાનો પ્રયાસ કર્યો.

બ્લોક, ડ્રેનેજ અને રસ્તાઓના કામ ન થતા રોષ
પ્રચાર સભામાં મહિલાઓએ ભાજપના નેતાઓ અને ઉમેદવારોને કહ્યું કે, બ્લોક, ડ્રેનેજ અને રસ્તાઓના કામ હજી થયા નથી. પ્રચારમાં મહિલાઓની ફરિયાદને નેતાઓએ તાત્કાલિક કાગળ પર લખી માહોલ શાંત પાડવાનો પ્રયાસ કરતા હોવાનું પણ આ વીડિયોમાં નજરે આવી રહ્યું છે. ધારાસભ્ય રાઉન્ડ પર આવે છે પણ કોઈ કામ કરતા નથી એવું કહેતા તમામ આશ્ચર્યમાં પડી ગયા હતા.

પ્રચાર સભા મહિલાઓ ઉમેદવાર નજીક પહોંચી રોષ વ્યક્ત કર્યો.
પ્રચાર સભા મહિલાઓ ઉમેદવાર નજીક પહોંચી રોષ વ્યક્ત કર્યો.

મહિલાઓએ કહ્યું-તમે તો ભાષણ આપી ચાલી જશો અને 5 વર્ષ બાદ જ મોઢું બતાવશો
પ્રચાર સભામાં મહિલાઓનો રોષ જોયા બાદ નેતાઓએ કહેવું પડ્યું હતું કે, તમને ફરિયાદ કરવાનો હક છે, અમે તમારી ફરિયાદ કાગળ પર લખીને પ્રદેશ અધ્યક્ષ સુધી લઈ જઇશું, ચોક્કસ ન્યાય મળશે. ત્યારે મહિલાઓએ કહ્યું કે, તમે તો ભાષણ આપી ચાલી જશો અને 5 વર્ષ બાદ જ મોઢું બતાવશો, તમામ સમસ્યાઓનો નિકાલ લાવો, અમારો મત તમને જ આપતા આવ્યા છે અને આપતા રહીશું. પણ અમારા કામ ભૂલતા નહીં.

લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરાના પટેલ નગરમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું.
લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરાના પટેલ નગરમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું.

ભાજપ સિવાય કોઈ પાર્ટીએ અંદર આવવું નહિના બેનર લાગ્યા
લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરાના પટેલ નગરમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. ભાજપ સિવાય કોઈ પાર્ટીએ અંદર આવવું નહિ તેવા લખાણ સાથેના બેનર લાગ્યા છે. સોસાયટીના પ્રમુખ આદેશ અનુસાર આ લખાણ કરવામાં આવ્યું હોવાનું લખ્યું છે. ભાજપના ઉમેદવારોએ આ બેનર પાસે ફોટો સેશન કરાવ્યું હતું.

જલારામ નગર અને વિજયાનગરમાં ઉમેદવારનો વિરોધ.
જલારામ નગર અને વિજયાનગરમાં ઉમેદવારનો વિરોધ.

વોર્ડ નં 24ના ભાજપના ઉમેદવારનો વિરોધ થયો
જલારામ નગર અને વિજયાનગરમાં વોર્ડ નં 24ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ જાહેર બાંધકામ સમિતિ ચેરમેન સોમનાથ મરાઠે સહિતના ઉમેદવારો પ્રચાર માટે ગયા હતા. જ્યાં કેટલાક રહીશોએ પ્રચારમાં નિકળેલા ઉમેદવારો સામે આક્રોશ સાથે ભાજપ હાય હાયના નારા લગાડ્યા હતા. એટલું જ નહિં પાંચ વર્ષથી તમે ક્યાં હતા? એવા સવાલો ઉઠાવી વિરોધ કરી પેમ્ફલેટ પણ ફાડ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો