ડ્રગ્સ મુદ્દે રાજકારણ:ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓને કયા રાજકીય નેતાઓનું સમર્થન હતું તેનો ખુલાસો કરવો જોઈએ: કોંગ્રેસ પ્રવક્તા

સુરત17 દિવસ પહેલા
ડ્રગ્સના મુદ્દે વિપક્ષે ગુજરાત સરકાર ઉપર કર્યા શાબ્દિક પ્રહાર.

વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષો પોતાની રીતે રાજકીય મુદ્દાઓ બનાવી રહી છે. ગુજરાતમાં સત્તાપક્ષની સામે હવે ડ્રગ્સનો મુદ્દો સૌથી વધુ ગરમાયો છે. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અતુલ પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે ઘણા સમયથી આ રેકેટ ચાલી રહ્યું હતું, પરંતુ સરકારની ઈચ્છા શક્તિનો અભાવને કારણે આ કામગીરી થતી ન હતી પરંતુ જ્યારે વિપક્ષ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. ત્યારે સફાળે જાગીને ડ્રગ્સ પકડવાનું કામ શરૂ કર્યું છે. જે પોતાની ઉપલબ્ધિ ગણાવી રહ્યા છે એ દુઃખદ છે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓને કયા રાજકીય નેતાઓનું સમર્થન હતું તેનો ખુલાસો કરવો જોઈએ.

ડ્રગ્સ રેકેટને પોલિટિકલી સમર્થન કેટલું?
ડ્રગ્સ રેકેટને કોંગ્રેસ રાજકીય મુદ્દો બનાવી કોંગ્રેસના નેતાઓ પ્રશ્નો ઊભો કરી રહ્યા છે કે ગુજરાતમાં જે ડ્રગ્સ આવે છે. તેનો માસ્ટર માઈન્ડ કોણ છે તેનો જવાબ આપવો જોઈએ. રાહુલ ગાંધીએ જ્યારે સત્તા પક્ષ ઉપર દબાણ કર્યું ત્યારે જઈને ડ્રગ્સ ઝડપવાનું શરૂ કરાયું છે. ગુજરાતની ધરતી પર અમે જો શાસનમાં આવીશું તો ડ્રગ્સ માફિયાઓને કોણ સપોર્ટ આપી રહ્યા છે તેની તપાસ કરીને સળિયા પાછળ જેલમાં ધકેલીશું.

વિપક્ષના દબાણમાં ડ્રગ્સ પકડવાનું શરૂ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અતુલ પાટીલ જણાવ્યું કે હર્ષ સંઘવીએ ખુલાસો કરવો જોઈએ કે અત્યાર સુધીમાં ડ્રગ્સ કેમ પકડવામાં આવતું ન હતું. ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ. ગુજરાતના પોલિટિકલ સપોર્ટની તપાસ થવી જોઈએ અને તેમને સળિયા પાછળ ધકેલવા જોઈએ. રાજનૈતિક ઈચ્છા શક્તિ સાથે પંજાબ ઇન્ટરનેશનલ સિન્ડિકેટને ઝડપી પાડ્યા હતા. વિક્રમ મજેઠીયા અકાલીદલ સાથે હતું અને તેનું સમર્થન ભાજપને હતું. આવા નેતાઓને રેકેટમાં ઝડપી પાડીને ઇન્ટરનેશનલ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે સજાગ રીતે જ આટલા વર્ષોથી જો ગુજરાતમાં ડ્રગ્સ આવતું હોય તો તેને રાજકીય પીઠબળ મળ્યું હોય શકે છે.

અન્ય સમાચારો પણ છે...