તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાસકોનો વધુ એક દાવ:અધિકારી ફરિયાદોનો નિકાલ કરે છે કે નહીં, શાસકો ડેશ બોર્ડથી વોચ રાખશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 લાખના ખર્ચની સત્તા આંચક્યા બાદ શાસકોનો વધુ એક દાવ
  • લોકોની ફરિયાદથી માંડીને આવક-ખર્ચની માહિતી પણ મળશે

મહાપાલિકાના અધિકારીઓની 15 લાખ સુધીના ખર્ચની સત્તા આંચકી લીધા બાદ ‘મેયર ડેશ બોર્ડ’ લોન્ચ કરાયું છે. મંગળવારથી કાર્યરત થયેલા મેયર ડેસ બોર્ડે અધિકારીઓ પર હાવી થવા શાસકોએ વધુ એક દાવ અજમાવ્યો છે. તમામ ખાતાઓ, વિભાગોમાં લોકોની ફરિયાદોથી લઈ પાલિકાની તમામ સેવાઓ પર સ્થાયી ચેરમેન, શાસક પક્ષ નેતા અને ડેપ્યુટી મેયર ચારેય મુખ્ય પદાધિકારીઓ ડેશ બોર્ડ ઓપરેટ કરી સીધું મોનિટરિંગ કરી શકશે.

આ ડેશ બોર્ડ પર તમામ ઝોન-વિભાગોમાં કઈ કેટેગરીમાં કેટલી ફરિયાદો આવી અને અધિકારી ઝડપથી નિરાકરણ લાવી શક્યા છે કે કેમ? કેટલા વખતથી ફરિયાદ પેન્ડિંગ છે? આવી લગભગ 17 કેટેગરીમાં ફરિયાદો પર સીધું મોનિટરિંગ થશે. આ સિસ્ટમ થકી ક્યાં વિસ્તારોમાં વધુ પ્રમાણમાં ફરિયાદો મળી છે.? દરેક ઝોન, વિભાગો, વોર્ડમાં ક્યાં પ્રકારની વધુ પ્રમાણમાં ફરિયાદો આવે છે. તેના પર મેયર ડેશ બોર્ડથી મોનિટરિંગ કરાશે.

હવે તમામ ફરિયાદોનું મોનિટરિંગ કરાશે
મેયર હેમાલી બોધાવાલાએ કહ્યું કે, શહેરીજનો દ્વારા ટોલ-ફ્રી નંબર 18001238000 તેમજ વ્હોટસ એપ નંબર 7623838000 તથા પાલિકા ની વેબ સાઈટ પર જે ફરિયાદો કરવામાં આવે છે તેનું મોનિટરિંગ કરી ઝડપથી નિરાકરણ લાવવા ડેશ બોર્ડ શરૂ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...