રજૂઆત:અશાંતધારો છે ત્યાં દસ્તાવેજ વિના વેરા બિલમાં નામો ચઢાવી દેવાય છે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં ધારાસભ્યો-કમિશનરની સંકલન બેઠકમાં રજૂઆત
  • સેન્ટ્રલના વોર્ડ 1 થી 12માં અશાંતધારો ભંગ થતો હોવાની ફરિયાદ

પાલિકામાં શુક્રવારે ધારાસભ્યો અને કમિશનર વચ્ચે સંકલન બેઠક મળી હતી. તેમાં સેન્ટ્રલ ઝોનના વોર્ડ 1 થી 12માં અશાંતધારો ભંગ થઇ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સંકલનની બેઠકમાં રજૂઆત થઇ હતી કે આકારણી ખાતું દસ્તાવેજની માંગણી નહીં કરતાં ફક્ત કબજા રસીદના આધારે આકારણીમાં વિધર્મી શખ્સના નામો દાખલ થવાથી આશાંતધારાના મૂળભૂત હેતુનો ભંગ થાય છે. તેથી કોઈ પણ મિલકતમાં અન્ય વ્યક્તિ-ધર્મના વ્યક્તિનું નામ દાખલ કરતાં પહેલાં અશાંતધારાની જરૂરી પરમિશન મળ્યેથી જ વિધર્મી વ્યક્તિનું નામ દાખલ કરાવવું જોઇએ.

ધારાસભ્ય અરવિંદ રાણાએ કરોડોના ખર્ચે બનાવેલું મલ્ટિલેવલ પાર્કિંગ છેલ્લા બે વર્ષથી બંધ પડ્યું છે. તેથી તાકીદે કોન્ટ્રાક્ટ આપવા અને ખુલ્લા ત્રણ પ્લોટમાં પાલિકાએ ફક્ત ગોપી તળાવના મુલાકાતીઓ માટે જ પાર્કિંગ સુવિધા જરૂરી ફી લઈને ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. નલ સે જલ યોજનામાં 500 રૂપિયા ભરી ગેરકાયદે નળ જોડાણ કાયદેસર કરવાની યોજના ગત 31 માર્ચમાં પૂરી થઈ છે. ત્યારે આવા કનેક્શન ધારકોને નોટિસ નહીં આપી સ્થાયી સમિતિ ઠરાવ મુજબ ખૂબ નજીવી રકમ નિયત સમય મર્યાદામાં ભરવાથી ગેરકાયદે કનેક્શન કાયદેસર થઈ શકે છે તેવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...