• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Where There Is A Complaint Of Waterlogging In Monsoon, The Water Will Be Pumped Into The Ground Through The Recharge System

શરૂઆત:ચોમાસામાં પાણી ભરાવાની ફરિયાદ છે ત્યાં રિચાર્જ સિસ્ટમથી પાણી જમીનમાં ઉતારાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપલોદ EWS આવાસથી શરૂઆત કરાઈ

શહેરમાં ચોમાસામાં જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યાં વોટર રિચાર્જ સિસ્ટમ લગાડવાની કામગીરીનો આરંભ કરાયો છે. પીપલોદમાં ઇડબલ્યુએસ આવાસમાં વોટર રિચાર્જ સિસ્ટમ લગાડવામાં આવી છે. આ સિસ્ટમ 100 ચોમી, 500 ચોમી અને કમ્યુનીટી એરિયામાં (1000 ચોમી) એમ 3 કેટેગરીમાં છે. આ સિસ્ટમ લોકભાગીદારીથી શરૂ કરાઈ છે.

રાજ્ય સરકારે 70 ટકા, 20 ટકા સ્થાનિક ધારાસભ્ય કે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અને 10 ટકા કોર્પોરેશનમાં ULBમાંથી ચૂકવાશે. સ્થાયી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, આ સિસ્ટમથી સમસ્યા ઉકેલાવા સાથે જમીનની અંદર પાણીના સ્તર પણ ઊંચા આવશે. અઠવા ઝોનથી શરૂઆત કરી છે. સફળતા મળશે તો ભવિષ્યમાં અન્ય ઝોનમાં પણ વિસ્તારો આઇડેન્ટીફાય કરીને તેનો અમલ કરવામાં આવશે. વોટર રિચાર્ડ સિસ્ટમ માટે મહત્તમ 1.28 લાખનો ખર્ચ થાય છે.

અન્ય સમાચારો પણ છે...