વિરોધ પ્રદર્શન:આખરે અમને પેન્શનનો વધારો ક્યારે આપશો : પેન્શનર્સ એસો.

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત સહિત દેશભરના પેન્શનર્સ દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
સુરત સહિત દેશભરના પેન્શનર્સ દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો.
  • સરકાર દ્વારા ફેમિલી પેન્શનમાં વધારો કરવામાં આવ્યો નથી

પેન્શન વધારવા મુદ્દે ઈન્સ્યોરન્સ પેન્સનર્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વીમા પેન્શનરો અને કર્મચારીઓને સરકાર દ્વારા ફેમિલી પેન્શનમાં વધારો કરવામાં આવ્યો નથી. આ બાબતે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં તેમ છતાં સમસ્યાનું સમાધાન થયું નથી. જેને લઈને ઈન્સ્યોરન્સ પેન્શનર્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જીવીકો (જીવન પ્રકાશ બિલ્ડિંગ, મુગલીસરાઈ) અને ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ કંપનીની અઠવાગેટ પ્રાદેશિક કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિમા પેન્શનર્સોએ ભાગ થઈ સરકાર વિરોધમાં સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. એસોસિએશનના પ્રમુખ અશોક દેસાઈ કહ્યું હતું કે, ‘1995માં પેન્શન યોજનાની શરૂઆત થઈ ત્યાર પછી વારંવાર રજૂઆતો છતાં ફેમિલી પેન્શનનની 30 ટકા પ્રમાણે બધાને આપવાની માંગણી સ્વિકારી નથી. પેન્શનરોની વ્યાજબી માંગણીઓ જીવીકો એ જાહેરાત ક્ષેત્રની વીમા કંપનીના સત્તાવાળાઓએ યોગ્ય ભલામણો કરી હોવા છતાં સરકાર દ્વારા આ લાભ ફેમિલી પેન્શનરોને મળે તે માટે મંજૂરી આપવામાં ઢીલ કરવામાં આવી છે. જેથી વિરોધ કરવા માટે દેશભરના પેન્શનરો દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતાં.’

અન્ય સમાચારો પણ છે...