તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કતારગામના કોર્પોરેટરનો બળાપો, ગોતાલાવાડીનું કામ ક્યારે થશે?

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિશનરના અધ્યક્ષસ્થાને મળેલી સંકલનની બેઠકમાં રજૂઆત
  • સફાઇ, દબાણ, ટ્રાફિક, પ્રી-મોન્સૂન અંગે ચર્ચા કરાઈ

બુધવારે પાલિકાની મુખ્ય કચેરી ખાતે કતારગામ ઝોનની સંકલન બેઠક મળી હતી. જેમાં છેલ્લા બે વર્ષથી ટલ્લે ચઢેલા ગોતાલાવાડી ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો મુદ્દો ગાજ્યો હતો. ગોતાલાવાડી ટેનામેન્ટના 1200 અસરગ્રસ્ત પરિવાર પ્રોજેક્ટને કારણે અટવાયો હોવાથી તાકીદે પ્રોજેક્ટને આગળ વધારવા સ્થાનિક નગરસેવક દ્વારા માંગણી કરવામાં આવી હતી. ઇજારદારને બ્લેકલીસ્ટ કર્યા બાદ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છતાં પણ હજી સુધી કામ આગળ ન વધતા સમગ્ર પ્રોજેક્ટ અટકી પડ્યો છે.

ગોતાલાવાડી ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સિવાય સંકલનની બેઠકમાં ખાસ કરીને દબાણ, ટ્રાફિક, રોડ - રસ્તા અને સ્ટ્રીટ લાઈટ સહિતના મુદ્દા પણ ગાજ્યા હતા. કતારગામ ગજેરા સર્કલથી અમરોલી બ્રિજ વચ્ચે રોજે રોજ પીક અવર્સ દરમિયાન બે કલાકનો ટ્રાફિક જામ થાય છે જેથી લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. જેથી હાથી મંદિરથી વેડરોડ તાપી નદી કિનારે બનાવવામાં આવેલા પાળાને ડેવલપ કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવે તો ટ્રાફિકનું ભારણ પણ ઘટી શકે તેવી રજુઆતો કરાઇ હતી.

આ સિવાય ચોમાસા દરમિયાન ડીજીવીસીએલ દ્વારા વૃક્ષોનું ટ્રીમિંગના નામે છેદન કરાતું હોય તેને બદલે અંડરગ્રાઉન્ડ વીજ કેબલોની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ સાથે વહેલી તકે પ્રિ-મોન્સૂનન કામગીરી પૂર્ણ કરવા પણ રજૂઆત થઇ હતી. તેમજ ઓછી પહોળાઇ ધરાવતા રોડ દબાણ-ટ્રાફિકની સમસ્યાને લઇ કોમર્શિયલ બાંધકામોને મંજૂરી નહીં આપવા પસ્તાળ પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...