લોકોની મુશ્કેલી દુર થશે:વેસુ કેનાલ રોડ ખુલ્લો કરાતા સચિન હાઇવેથી સિટીમાં સડસડાટ નીકળાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અઠવા ઝોનમાં 2 સહિત કુલ 3 ટીપી રસ્તા ખુલ્લા કરતા લોકોની મુશ્કેલી દુર થશે

શહેરમાં ટીપી રસ્તા ખુલ્લા કરાવવાની ચાલી રહેલ ઝુંબેશ વચ્ચે મંગળવારે પાલિકાના અઠવા ઝોનમાં બે રસ્તા તથા ઉધના ઝોનમાં એક મળી 20028 ચો.મી. ક્ષેત્રફળના 3 રસ્તા ખુલ્લા કરાયા હતા. અઠવા ઝોન વિસ્તારમાં સુરત ડુમસ રોડથી સાઈલન્ટ ઝોન તરફ જતા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં ૭૫ (વેસુ-મગદલ્લા-ગવિયર-આભવા) માં આવેલ 18.00 મી. પહોળાઈનો રસ્તો ખુલ્લો કરાયો છે. જ્યારે સચિન મગદલ્લા હાઇવેથી વેસુ કેનાલ રોડ તરફનો ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં ૩૨ (ગવિયર-વાંટા-ડુમસ)નો 18.00 મી પહોળાઈનો રસ્તો ખુલ્લો કરતા સચિન મગદલ્લા હાઇવેથી સિટી તરફ જવા નવો પ્રવેશ માર્ગ મળશે.

ઉધના ઝોન દ્વારા સોશ્યો સર્કલથી ખરવરનગર જંક્શન તરફની પ્રિલીમરી ટી.પી. સ્કીમ નં ૬ (મજુર-ખટોદરા) માં આવેલ સર્વિસ રોડને ખુલ્લો કરતા વાહન વ્યવહાર માટે મોકળાશ મળશે. અંદાજીત ક્ષેત્રફળ 2,31,486 ચો.મી.ના કુલ 35 રસ્તાઓ સદર અભિયાન અંતર્ગત કબજો મેળવી ખુલ્લા કરાયો છે.

જે થકી સુરત શહેરના મહત્વના ડુમસ રોડ, સુરત-કડોદરા રોડ, નાના વરાછા, કોસાડ તેમજ ભીમરાડ-બારડોલી વિસ્તારને જોડતા રોડના અમલીકરણ દ્વારા નાગરિકોને લાભ થશે તેમજ માળખાગત પ્રાથમિક સુવિધાઓ મળી રહેશે. વધુમાં કુલ 35 રસ્તાઓ પૈકી 16 રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

માળખાકીય સુવિધા આપવા અગ્રીમતા અપાઈ
મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલની સૂચનાથી શહેરનાં નાગરીકોને માળખાકીય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનાં હેતુથી ફાયનલ ટી.પી.સ્કીમ, પ્રિલીમનરી ટી.પી.સ્કીમ તથા ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ પૈકીનાં અગ્રીમતાના ધોરણે કરવા જોગ રસ્તાઓનાં અમલ માટેનું અભિયાન હાથ ધરાયું છે.

અન્ય સમાચારો પણ છે...