તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:વેપારી ઘરે ગયોને કારીગર 5 લાખનો હાર લઈ ફરાર

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના અંબાજી રોડ પર ઝવેરી ઘરે ટિફિન લેવા ગયો ત્યારે કારીગર 5 લાખનો રજવાડી સોનાનો હાર લઈ ફરાર થયો છે. સીસીટીવી કેમેરામાં બેગ લઈને જતો કારીગર દેખાય છે. લાલગેટ અમન પેલેસમાં રહેતા અને સોનાના દાગીના બનાવી આપવાનો ધંધો કરતા અહમદઅલી અનવરઅલી શેખની અંબાજી રોડ પર ધનલક્ષ્મી ચેમ્બર્સમાં ભાડેની દુકાન છે. દુકાનમાં એક મિત્રના મારફતે વેસ્ટ બંગાળના કારીગર સુલતાન અનવર મલીકને ઓકટો-20માં નોકરી પર રાખ્યો હતો. દરમિયાન બોટાદના સોનીએ 108 ગ્રામનો રજવાડી સોનાનો હાર બનાવવાનો ઓર્ડર સુરતના ઝવેરીને આપ્યો હતો.

થોડા દિવસોમાં હાર બનાવી કારીગરે તૈયાર કર્યો હતો. 12મી નવેમ્બરે વેપારી અહમદઅલી ઘરે ટિફિન લેવા ગયો એટલામાં કારીગર સોનાનો હાર લઈ નીકળી ગયો હતો. ટિફિન લઈ આવ્યા પછી તપાસ કરી તો કારીગર મળ્યો ન હતો. વેપારી કારીગરને શોધવા માટે વતન ગયો પણ કોઈ વાવડ મળ્યા ન હતા. થોડા દિવસો પછી કારીગર એક સંબંધીને મળી આવ્યો હતો. વેપારીને થોડા દિવસમાં રૂપિયા આપી દેવાનો વાયદો કર્યો પણ રૂપિયા આપ્યા ન હતા. છેવટે વેપારીએ અઠવાલાઇન્સ પોલીસમાં કારીગર સુલતાન મલિક સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...