સુરતમાં હત્યાના CCTV:બહેને શારીરિક-માનસિક ત્રાસ આપતાની ફરિયાદ કરતા ભાઈએ 3 રાઉન્ડ ફાયરિંગ કરી બનેવીને મોતને ઘાટ ઉતાર્યો

સુરત4 મહિનો પહેલા

સુરતના લાલ ગેટ નાણાવટ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે 11 વાગ્યે માથાભારે ફૈયુ સુકરીએ તેના બનેવી હાજી અંજીર પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ફાયરિંગ બાદ આરોપી ટુ-વ્હીલર પર નાસતો દેખાય છે. પોલીસ તપાસમાં ફૈયુ સુકરીની પિતરાઇ બહેને પતિ હાજી અંજીર શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ કરી હતી. આથી ઉશ્કેરાયેલા ફૈયુ સુકરીએ બનેવી હાજી અંજીરની હત્યા કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ઘર કંકાસમાં હત્યા થયાનું અનુમાન
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હાજી અંજીરને તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા અને તે ત્રાસ આપતો હતો. આથી હાજી અંજીરની પત્નીએ તેના પિતરાઇ ભાઈ સુકરીને આ બાબતે વાત કરી હતી. જેણે અદાવત રાખીને સુકરીએ મોડી રાત્રે હાજીને ગોળી મારી હત્યા કરી હતી.

બનેવી પર ફાયરિંગ અને ઢોર મારતો સાળો સીસીટીવીમાં કેદ થયો.
બનેવી પર ફાયરિંગ અને ઢોર મારતો સાળો સીસીટીવીમાં કેદ થયો.
ફાયરિંગ કર્યા બાદ પણ સાળાએ બનેવીને ઢોર માર માર્યો હતો.
ફાયરિંગ કર્યા બાદ પણ સાળાએ બનેવીને ઢોર માર માર્યો હતો.

સુકરી લાંબા સમયથી જેલમાં હતો
નાણાવટ નેશનલ બેકરીની બાજુમાં મોહમદી એપાર્ટમેન્ટમાં રહેતા મોહમદ બીલાલ ઉર્ફે હાજી અબ્દુલ રહેમાન ઉનાવાલા કુખ્યાત આરોપી આરીફ મીંડીનો જમાઈ થાય છે. હાજી અને તેની પત્ની વચ્ચે ઝઘડાઓ થતા અવાર-નવાર પત્નીને શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. આ વાતને લઈ આખરે હાજીની પત્નીએ તેના પિતરાઇ ભાઈ સુકરીને આ બાબતે વાત કરી હતી. સુકરી લાંબા સમયથી જેલમાં હતો.

બનેવીની હત્યા કરી સાળો ટુ-વ્હીલર પર નાસી ગયો હતો.
બનેવીની હત્યા કરી સાળો ટુ-વ્હીલર પર નાસી ગયો હતો.

બહેને વાત કરતા ફૈયુ સુકરી અકળાયો હતો
હજુ થોડા સમય પહેલા જ પેરોલ પર બહાર આવ્યો હતો. પિતરાઈ બહેને વાત કરતા તે અકળાયો હતો અને મોડીરાત્રે લાલ ગેટ ફાયદા બજાર ત્રણ રસ્તા પાસે બેઠો હતો. ત્યારે સુકરી ત્યાં પિસ્તોલ લઈને પહોંચી ગયો અને હાજી પર ઉપરાઉપરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાજીને ગળાની ડાબી બાજુ જમણા કાનની ઉપર અને પીઠની જમણી બાજુ ગોળી વાગતા તેનું મોત થયું હતું.

ત્રણ રાઉન્ડ ફાયરિંગથી બનેવી ઘટનાસ્થળે જ ઢળી ગયો હતો.
ત્રણ રાઉન્ડ ફાયરિંગથી બનેવી ઘટનાસ્થળે જ ઢળી ગયો હતો.