પરિવારને પ્રેમ સંબંધ મંજુર ન હોવાથી 6 દિવસ પહેલા એમપીના ગોગાવનથી ભાગેલા પ્રેમીપંખીડાએ વરાછા પારસી પંચાયતના બસ પાર્કિંગમાં બસમાં ઝેર ગટગટાવ્યું હતું. જેમાં પ્રેમીકાનું મોત નિપજ્યું હતું. જ્યારે પ્રેમી સ્મીમેરમાં સારવાર લઈ રહ્યો છે. મધ્યપ્રદેશના ગોગાવનના રહેવાસી વિજય દિનેશ ખડે (23) અને સોનાલી દિવ્યેશ બામનીયા (22) 3 વર્ષથી પ્રેમસંબંધમાં હતા. અને બન્ને લગ્ન કરવા માંગતા હતા. વિજયના માતા પિતાનું અવસાન થઈ ગયું છે. જ્યારે સોનાલીના માતા પિતાનેે સોનાલીના વિજય સાથે લગ્ન મંજુર ન હતા.
સોનાલીએ તેના માતા-પિતાને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેઓ માન્યા ન હતા. આખરે 10 એપ્રિલે બન્ને ગોગાવનથી ભાગી ગયા હતા. જેથી તેમના ગુમ થવા બાબતે ફરિયાદ પણ નોંધાઈ હતી. પરિવાર તેમનો પીછો કરતા હતા. તેથી તેમણે વરાછા પારસી પંચાયતનના બસ પાર્કિંગમાં લકઝરી બસમાં ઝેરી દવા પી લીધી હતી. આથી બન્ને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બીજી તરફ તેમના પરિવારના સભ્યો લોકેશનના આધારે સુરત આવ્યા હતા. જેમને ઘટનાની જાણ થતાં તેઓ સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. વરાછા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારના સભ્યો તેમનો પીછો કરતા હતા, બન્નેને એક નહીં થવા દે તેવી આશંકાથી ઝેર ગટગટાવ્યું
વતનથી સુરત ભાગી આવેલા પ્રેમી પંખીડાનો લોકેશનના આધારે પરિવારના સભ્યો પીછો કરતા હોવાથી બન્ને એક નહી થઈ શકે તેવી આશંકાને પગલે ઝેર ગટગટાવી લીધું હોવાનું સામે આવ્યું છે. પરિવાર બન્ને શોધતાં સુરત આવ્યા ત્યારે તેઓ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં સોનાલીનું મોત થયું હતું અને વિજય ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.