સુરતમાં ‘ગાળકાંડ’નો ઓડિયો વાઇરલ:બર્થડે પાર્ટીમાં ભાજપના હારેલા ઉમેદવાર દેખાયા તો પુણા વોર્ડના નેતાએ કાર્યકરને બેફામ ગાળો આપી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વોર્ડ નં-16ના પ્રમુખ 4 દિવસમાં બીજી વખત વિવાદમાં

બોટાદ લઠ્ઠાકાંડ પર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે તે વચ્ચે સુરતના વોર્ડ નં-16 પુણાના નેતાઓ દારૂની પાર્ટી કરી રહ્યાં હોવાનો વિડીઓ વાયરલ થયા બાદ શહેર પાર્ટી સંગઠને નેતાઓની ક્લાસ લીધી હતી. રસીકોએ પાર્ટીની માફી પણ માંગી છે, જોકે ત્યાં જ હવે પુણા વોર્ડ નં-16ના બે નેતાઓ બર્થ-ડે પાર્ટીના જમણવારમાં હારેલા ઉમેદવારોને કેમ બોલાવ્યાં? મુદ્દે બાખડી પડ્યા હોવાનો ઓડિયો ફરતો થયો છે. 3.22 મિનિટના ઓડિયોમાં જમ સુખ અને હિમ્મત સામ-સામે છે. જેમાં જમસુખે ફોન રિસિવ થયા પછીના 15 સેકન્ડ સુધી તો સામે છેડેના હિમ્મતને કોન્સર્ન ગાળો ભાંડી છે.

પાર્ટી પુરી થયા પછી ફોન પર ગાળો આપી, પાંચ મહિના પહેલાનો ઓડિયો હમણા વાઈરલ થયો

જયસુખઃ હલો..

હિમ્મતઃ બોલો..

જયસુખઃ એટલે અમારી(ગાળ) એમ, હિમ્મત સોજીત્રા અમારી(ગાળ) એમ હેં..

હિમ્મતઃ કોણ કેય?

જયસુખઃ તમને કીધું હતું ને કોણ અપેક્ષિત છે?

હિમ્મતઃ મને નથી ખબર, ઇ આવ્યા મે નથી મેસેજ નાખેલા

જયસુખઃ ખબરની કયાં (ગાળ) તુએ અમારી પાસે કેમ ઇ પોસ્ટુ મુકાવી? તને ખબર નથી પડતી(ગાળ) તો (ગાળ) ન કરવાની હોય તને

હિમ્મતઃ એ ભાઇ મે મારા પાર્કિંગે

જયસુખઃ (ગાળ) કોઇ (ગાળ) ઊભા થાય તો (ગાળ) નાખું ખબર છે

હિમ્મતઃ મેં મારા પાર્કિંગમાં પ્રોગ્રામ આપ્યો છે

જયસુખઃ કોણ-કોણ અપેક્ષિત છે

હિમ્મતઃ ચારેય ઉમેદવાર આવ્યા હતાં

જયસુખઃ ચારેયની (ગાળ)

હિમ્મતઃ ગાળની બોલો જયસુખભાઇ, ઓ જયસુખભાઇ

જયસુખઃ તને એમ કે હું સમાધાન કરી લઇશ એમ

હિમ્મતઃ ગાળ નહીં બોલો...જયસુખઃ વાત સાંભણ હવે

હિમ્મતઃ ચારેયને કીધું છે અને ચિઠ્ઠી પણ તમને દીધી છે.

જયસુખઃ મારે કંઇ જરૂર નથી, કોઇ જરૂર નથી, મારા ધારાસભ્યને ફોન નહીં કરતો, શું કામ ફોન કરી કહ્યું

હિમ્મતઃ મેં ફોન નહીં કર્યો

જયસુખઃ અપેક્ષિત કોણ છે? અમને કોઇ ફરક નથી પડતો વોર્ડની અંદર(ગાળ) બંધ કરો હિમ્મતભાઇ

હિમ્મતઃ જયસુખભાઇ તમે ખોટી તમરી કરો ના, મેં ફોન નથી કર્યો

જયસુખઃ તમને ત્રણ વખત કીધું પછી અમે પોસ્ટ મુકી, અમને ખબર હતી આ ભાઇ આ કરવા માંગે છે

હિમ્મતઃ શું કરવાનું છું

જયસુખઃ અમને મારવાના એમ, અમને બધી ખબર પડે છે

હિમ્મતઃ તમે ક્યાં છો? ત્યાં આવું

જયસુખઃ રહેવા દે તારું કંઇ કામ નથી

અવાજ મારો નથી
એક ઓડિયો બનાવેલો છે અને મારું નામ ખોટું ચઢાવે છે. હું રાજકારણમાં કામ કરતો હોય ને એટલે બદનામ કરવા સારૂ ઓડિયો વાયરલ કર્યો છે, અમારો કોઇ ઝઘડો થયો નથી > હિમ્મત સોજીત્રા, સ્થાનીક નેતા

હા ઝઘડો થયો હતો
પુણામાં બર્થ-ડે પાર્ટીમાં બોલાવવા બાબતે તકરાર થઇ હતી. વોર્ડના નેતાએ ઝઘડો કર્યો હતો. આ અંગે પાર્ટી સંગઠનને જાણ પણ કરી હતી. > કોમલ બેન, સ્થાનીક કાર્યકર

અન્ય સમાચારો પણ છે...