તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • When The Business Came To A Standstill In The Lockdown, 80 year old Babubhai Started Tailoring At Home And Made 40 Chania Cholis.

પ્રેરણાદાયક:લોકડાઉનમાં ધંધા ઠપ્પ થયા તો 80 વર્ષના બાબુભાઇએ ઘરમાં જ દરજી કામ શરૂ કરી 40 ચણિયા ચોળી બનાવી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનના લીધે ધંધા-રોજગાર ઠપ્પ થયાં છે ત્યાં કતારગામના 80 વર્ષીય બાબુભાઇ કથીરિયા આ સ્થિતિમાં પણ રોજગાર શોધી લઇ સ્વેચ્છાએ પરિવાર માટે આધાર સ્તંભની ભૂમિકા અદા કરવાનું શરૂ કર્યું છે. ખુટે નહીં અને નવરા બેસવું ન પડે તેવી ઇચ્છા સાથે વૃદ્ધ દંપતીએ આત્મ નિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. તેઓ શોખથી દેશી ચણિયા-ચોળી, થેલા તથા બેસણામાં પહેરવાની ટોપી બનાવી વેચાણ કરતાં થયાં છે. આ ઉંમરે જુવાનને શરમાવે તેવી રીતે કામ કરતા આ દંપતીને જોઇ ગ્રાહકો પણ વિચારમાં પડી જાય છે. પરિવાર આ ઉંમરે તેમને સુખેથી ઘરમાં રહેવાં આગ્રહ કરતાં હોય છતાં પણ બાબુ કાકા રોજ રોજગાર શોધી લાવે છે. આ કામમાં તેમના 75 વર્ષીય પત્ની પણ મદદરૂપ થઇ રહ્યા છે.  તેમણે લોકડાઉન દરમિયાન 40 ચણિયા-ચોળી, 30 થેલા અને બેસણામાં પહેરાતી ટોપી બનાવી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...