તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ સંગઠન એલર્ટ:લોકો આપમાં જોડાતા ભાજપે કહ્યું, સમસ્યા જલદી સાંભળો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં વધુ 800 લોકો ‘આપ’માં જોડાયા
  • બુથ કમિટી કોર્પોરેટરોને મળી સમસ્યા ઉકેલે

કનસાડ, સચિન, આભવામાં નિષ્ક્રિય ભાજપની ટીમે કાર્યક્રમો શરૂ કર્યા છે. નેતાઓ અને કાર્યકરોએ જે તે વિસ્તારમાં જઇને લોકોનો સંપર્ક શરૂ કર્યો છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોની સોસાયટીના સ્થાનિક લોકો ‘આપ’માં જોડાઇ રહ્યા છે. સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના કામના અભાવે લોકોમાં ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. પરિણામે લોકો પોતાના પ્રશ્નોના ઉકેલ લાવવા આપનો સંપર્ક કરી રહ્યા છે. ભાજપ દ્વારા લોકોની સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ કરવા માટે કાર્યકર્તાઓની ટીમને પણ સક્રિય કરવામાં આવી છે.

બુથ કમિટી ઇન્ચાર્જ અને વોર્ડના સભ્યોને તાકીદ કરવામાં આવી છે કે તમારા વિસ્તારના લોકોના સંપર્કમાં રહો અને તેમને પડતી મુશ્કેલીઓને ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરો. કોર્પોરેટરો સાથે સીધો સંપર્ક સાધો અને અધિકારીઓને કહીને જે તે વિસ્તારના કામોને પૂર્ણ કરાવવા લોકોને સહયોગ આપો.વોર્ડ નં.30ની અલગ અલગ સોસાયટીના અંદાજે 800 કરતાં વધારે લોકો ‘આપ’માં જોડાયા હતા. આ ઉપરાંત પણ ભાજપનો ગઢ ગણાતા કેટલાક વિસ્તારોમાં લોકો આપ તરફ ઝુકાવ દેખાડી રહ્યા છે જેને લઈ શહેર ભાજપ સંગઠન એલર્ટ મોડ પર આવી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...