આદેશ:કોરોનાકાળમાં 2 પુત્રીનું શું થશે? પત્ની પતિને મહિને 7 હજાર ચુકવવા હુકમ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કતારગામની પરિણીતાએ કોર્ટમાં અરજી કરી હતી
  • પુત્રની માંગ કરીને ત્રાસ અપાતાં હાલ પરિણીતા પિયરમાં રહે છે

ઘરેલું હિંસાના એક કેસમાં માતાને બે પુત્રીઓ સાથે ઘર છોડવાની નોબત આવી હતી. કોરોના કાળમાં બંનેનું ભરણપોષણ મુશ્કેલ હોય માતાએ કોર્ટમાં ભરણપોષણ અરજી કરી હતી. માતા તરફે એડવોકેટ પ્રીતિ જોષીએ દલીલ કરી હતી કે કોરોનાકાળમાં માતા બે પુત્રીઓનું ભરણપોષણ કરે કેવી રીતે કરી શકે. કોર્ટે કોન્ટ્રાકટર પતિને દર મહિને 7 હજાર ચૂકવવા હુકમ કર્યો હતો. કતારગામ રહેતા અનિતાબેનના રાજીવ (નામ બદલ્યા છે) સાથે 2002માં લગ્ન થયા હતા. બે પુત્રી બાદ પરિણીતા ફરી ગર્ભવતી બની ત્યારે પતિ અને સાસરિયાઓએ પુત્ર માટે માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.

પતિ કોન્ટ્રાક્ટર હોવાથી આર્થિક સક્ષમ
​​​​​​​અરજદાર તરફે દલીલ થઈ હતી કે કોરોનાકાળમાં કેસ લંબાય શકે છે. ભરણપોષણની તાત્કાલિક સગવડ ન થાય તો બે પુત્રીને રઝળવાનો વારો આવે કે ભણતર-ભવિષ્ય પર અસર પડી શકે. પતિ કોન્ટ્રાક્ટર હોવાથી સારી આવક ધરાવે છે.

પતિએ કોઈ જ દરકાર ન લીધી
​​​​​​​અરજી મુજબ, પરિણીતા ગર્ભવતી હતી ત્યારે તેેને પતિ દારૂ પીને મારતો હતો. સાસરિયાઓ પણ સતત ત્રાસ ગુજારાતા હતા. અરજદાર પિયરે ગયા બાદ પણ પતિએ કોઇ દરકાર લીધી ન હતી. આથી પરિણીતાએ કોર્ટ કેસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...