તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય લેવાશે:બંધ કોલેજોના પ્રોફેસરોનું શું કરવું? તેનો 9મીએ નિર્ણય

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી કોલેજમાં ભરતી આપવા નિયમ ઘડાશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોઇ કોલેજમાં માત્ર એક જ કોર્સ ચાલતો હોય અને તે પણ બંધ થાય તો પછી યુનિવર્સિટીના પ્રોફેસરોનું શું કરવું? તેનો નિયમ નવમી જુલાઇની સિન્ડિકેટમાં બનશે. હાલના યુનિવર્સિટીના નિયમ મુજબ કોઈ કોલેજમાં બે કોર્સ હોય અને એક કોર્સ બંધ થાય તો તેના પ્રોફેસરોને બીજા કોર્સમાં સમાવવાના રહેતા હોય છે.

જ્યારે કોઇ કોલેજમાં એક કોર્સ હોય અને તે બંધ થાય તો તેના પ્રોફેસરોને બીજી કોલેજની ભરતીમાં પહેલી તક આપવી કે સમાવી દેવા? તે મામલે અધૂરા નિયમને પૂર્ણ કરવા માટે નવમી જુલાઇએ સિન્ડિકેટ બોલાવી છે.

આ બાબત પર પણ નિર્ણય લેવાશે
{એસ.એસ.આઇ.પી. અંતર્ગત 56 અરજી મળી હોય અને તેના સ્ક્રૂટિની સમિતિના અહેવાલ પર ચર્ચા {એનએસએસમાં કોન્ટ્રાક્ટ બેઝ્ડ આસિસ્ટન્ટ કો-ઓર્ડિનેટરની નિમણૂંક {એફઆરસીમાં CAની નિમણૂંક કરવા પર ચર્ચા {પૂર્વ કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાની આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇનની ફેકલ્ટી બદલા પર {પૂર્વ કાર્યકારી કુલસચિવ ડો. રાજેન્દ્ર પટેલની આર્ટ્સ ફેકલ્ટી બદલા પર {આર્કિટેક ડિપાર્ટમેન્ટમાં નાસા કાર્યક્રમ અંતર્ગત ડેકોરેશન સહિતની વ્યસ્થા કરતા એજન્સીના પંકજ પટેલ ફરી એચસીમાં અરજી દાખલ કરવા બાબત પર ચર્ચા થશે.

અન્ય સમાચારો પણ છે...