તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતી નાટકોની મંચનક્ષમતા:"હાલ ભજવાઈ રહ્યા છે તે ભવાઈ નહીં પણ માત્ર ઓડિટોરિયમના નાટકો છે'

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • VNSGUમાં"ગુજરાતી નાટકોની મંચનક્ષમતા' પર કોન્ફરન્સ યોજાઈ
 • હાલમાં ટેલિવિઝનની જુદી જુદી સિરીઝને બાજુ પર મૂકી કેટલા દર્શકો જશે એ પ્રશ્ન પણ રંગમંચની મંચનક્ષમતા માટે મહત્વનો છે: મીનલ દવે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા શ્રી ક. મા. મુનશી અધ્યયન પ્રકલ્પ ચેર અંતર્ગત "ગુજરાતી નાટકોની મંચનક્ષમતા : પ્રશ્નો અને પડકારો' વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. આ નેશનલ કોન્ફરન્સના કાર્યક્રમમાં મહેશ ચંપકલાલ, દીપક મહેતા, મહેન્દ્રસિંહ પરમાર, ધ્વનિલ પારેખ, પરેશ નાયક, કપિલદેવ શુક્લ, મીનલ દવેએ વિવિધ યુગના નાટકોની મંચનક્ષમતા વિશે વ્યાખ્યાનો આપ્યાં હતાં. તેમજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના રિસર્ચ પેપર પણ રજૂ કર્યા હતા.

લેખક, દિગ્દર્શક અને નટના સમન્વયથી સાચા નાટક બને છે
અત્યાર સુધી એવું મનાતું હતું કે રવીન્દ્રનાથ ટાગોરના નાટકો એ નરી કવિતા છે જેને રંગમંચ પર ભજવી શકાય એમ નથી. પરંતુ શંભુ મિત્ર નામના દિગ્દર્શકે બતાવ્યું કે આ નાટક ભજવી શકાય એવાં છે. લેખકે લખેલું નાટક એ એનું પહેલું પગથિયું છે. અને બીજુ પગથિયું એ નાટકને દિગ્દર્શક રંગમંચ માટે તૈયાર કરે છે તે અને ત્રીજું પગથિયું છે એની ભજવણી જે નટના હાથમાં છે. નાટક સાથે ત્રણ વ્યક્તિઓ જોડાયેલી છે લેખક, દિગ્દર્શક અને નટ. અને ત્યારે નાટક સાચી ભાષામાં નાટક બને છે. કોઈ નાટક રંગમંચ ઉપર ભજવી શકાય એમ છે કે નહિ તે દિગ્દર્શક નક્કી કરે છે.

ગુજરાતી નાટયકારોને સમજવા સેમ્યુઅલ બેકેટને સમજવું પડે
એકાંકી એ નાટ્ય સ્વરૂપ તરીકે ઘણું ગંભીર અને મહત્વનું નાટયસ્વરૂપ છે. ગાંઘી યુગ પણ એકાંકીનો સૌથી મોટો યુગ હતો. આધુનિકતા વિશે એવું કહેવાય છે કે સુરેશ જોશી જ આધુનિકતા લાવ્યા અને તેમના મૃત્યુ સાથે જ આધુનિકતાનો અંત થઈ ગયો. પરંતુ એવું નથી. તેઓ વાર્તા દ્વારા આધુનિકતાની ચર્ચા કરતા હતા. નાટક માટે કૉન્સેપ્ટ ઘણો મહત્વનો છે. કૉન્સેપ્ટ નાટક માટે મૂળ વસ્તુ છે. ગુજરાતી આધુનિક નાટયકારોને જો સમજવા હોય તો સેમ્યુઅલ બેકેટને સમજવું પડે. અત્યારનો સમય આધુનિક નાટક વાંચવા અને ભજવવાનો સમય છે.

કલા જીવનના પહેલાથી છેલ્લા શ્વાસ સુધી શોર ચાલ્યા કરે છે
એક સફળ અભિજાત હાસ્યની પાછળ એવાં અસંખ્ય આભાસી હાસ્યો સંભળાયા જ કરે છે ત્યારે અભિજાત હાસ્ય દુર્ગતિ પામીને બધા હાસ્યાસ્પદને પરી ચૂક્યું હોય છે. પોતાની ઓળખ મેળવવા અનેક દિશામાં પ્રયત્નો પછી એક સાચી દિશામાં મળ્યાની ઊપજને કારણે નિષ્ઠાપૂર્વક શિષ્તથી તેને વળગી રહેવાય. ઓળખાય નહિ એવી રંગભૂમિ ઉપરની ઉપાસના વર્ષોના વર્ષો સુધી ચાલ્યા કરે, કલાની ઝલક દેખાય અને કંઈક પામ્યાની ઉપલબ્ધિનો અણસાર આવે ને અદ્દશ્ય થઈ જાય. કલા જીવનના પહેલા શ્વાસથી છેલ્લા ઉચ્છશ્વાસ સુધી આ શોર ચાલ્યા કરે છે.

નાટકને મંચ પર લાવવું હોય તો પહેલા મંચ કેટલા છે એ જોવું પડે
પહેલો પ્રશ્ન એ કે ગુજરાતી નાટકો રજૂ કરી શકાય એવાં ઓડિટોરીયમ ગુજરાતના કેટલા શહેરોમાં છે? નાટકને મંચ પર લાવતા પહેલા મંચ કેટલા છે એ જોવું પડે. ભવાઈને કયારેય મંચની જરૂર નથી પડી. હાલ ભજવાઈ રહ્યા છે તે ભવાઈ નહીં પણ માત્ર ઓડિટોરિયમના નાટકો છે, જેમાં લાઈટ, સાઉન્ડ કે વિવિધ ટેકનિકનો ઉપયોગ થાય છે. બીજો પ્રશ્ન એ કે પૂરો સમય આપે એવાં દિગ્દર્શક, કલાકાર છે કે જે નાટક માટેના આર્થિક ખર્ચને વહન કરી શકે. ટેલિવિઝનની જુદી જુદી સિરીઝને બાજુ પર મૂકી કેટલા દર્શકો જશે એ પ્રશ્ન પણ રંગમંચની મંચનક્ષમતા માટે મહત્વનો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો