તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ફી ઘટાડવા શું કર્યું?: શિક્ષણ વિભાગ , ફી માફી માટે કમિટી બનાવી: ઈ. વીસી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાર્યકારી કુલપતિ સાથે બેઠકમાં સરકારે વેબિનારથી માહિતી મેળવી

શિક્ષણ વિભાગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇ સાથે વેબિનારથી બેઠક કરીને માહિતી મેળવી છે. જેમાં શિક્ષણ વિભાગે પ્રશ્ન કર્યો હતો કે, વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવા માટે તમે શું કાર્યવાહી કરી? જેના વળતા જવાબમાં કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇએ કહ્યું હતું કે, અમારી સિન્ડિકેટે સ્પોર્ટ્સ એન્ડ કેમ્પસ ડેવલોપમેન્ટ ફી માફ કરી છે. તેની સાથે અન્ય ફી માફ કરવા માટે કમિટી બનાવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ તેને સિન્ડિકેટમાં મૂકીને ફી માફ કરી વિદ્યાર્થીઓને રાહત આપનારા છે.

અહીં વાત એવી જણાય આવે છે કે, કોરોના વાયરસના લોકડાઉન બાદ આર્થિક સંકટ અનુભવતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની સાથે વાલીઓને ફી ભરવામાં તકલીફ પડી રહી છે. જેથી એબીવીપી અને એનએસયુઆઇની સાથે વાલી મંડળે ફીની માફી માટેની માંગ કરી છે. જો કે, આ જ મામલે હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. જેથી હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેતો હોવાથી શિક્ષણ વિભાગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીના કુલપતિ અને ઇન્ચાર્જ કુલપતિ સહિતના પદાધિકારી સાથે બેઠક કરી હતી.

ફી ઘટાડવાની કમિટીના બે સભ્યોના રાજીનામાં
એબીવીપીના આંદોલન બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇએ ફી ઘટાડવા માટે નવ સભ્યની કમિટી બનાવી છે. જેમાંથી નવયુગ કોલેજના આચાર્ય ડો. અશ્વિન પટેલ અને પી. ટી. સાયન્સ કોલેજના આચાર્ય ડો. પૃથૃલ દેસાઇએ ફી કમિટીમાંથી રાજીનામું આપ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો