વ્યવસ્થા:NTPC પરીક્ષા માટે પશ્ચિમ રેલવે બે વિશેષ ટ્રેનો દોડાવશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર- સુરત અને બાંદ્રા વચ્ચે ચલાવાશે
  • અમુક ટ્રેનોમાં​​​​​​​ વિશેષ કોચ પણ જોડવામાં આ‌વશે

નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) પરીક્ષાના બીજા તબક્કામાં બેસનાર ઉમેદવારો માટે રેલવેએ ભાવનગર-બાંદ્રા ટર્મિનસ, ભાવનગર-સુરત, અમદાવાદ-ઈન્દોર અને બાંદ્રા ટર્મિનસ-દિલ્હી વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવશે.ભાવનગર - બાંદ્રા ટર્મિનસ પરીક્ષા વિશેષ બુધવાર,15 જૂને 07.30 કલાકે ભાવનગરથી ઉપડશે અને તે જ દિવસે 09.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. બાંદ્રા ટર્મિનસથી ભાવનગર પરિક્ષા સ્પેશિયલ ગુરુવાર, 16 જૂને બાંદ્રા ટર્મિનસથી 07.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.25 કલાકે ભાવનગર પહોંચશે.

આવી જ રીતે ભાવનગર - સુરત પરીક્ષા વિશેષ ટ્રેન 14મી જૂન, 2022 મંગળવારના રોજ 07.30 કલાકે ભાવનગરથી ઉપડશે અને તે જ દિવસે 05.30 કલાકે સુરત પહોંચશે. સુરત- ભાવનગર પરીક્ષા વિશેષ સુરતથી શુક્રવાર, 17 જૂન 2022 ના રોજ 07.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.40 કલાકે ભાવનગર પહોંચશે.દિલ્હી-બાંદ્રા ટર્મિનસ પરીક્ષા વિશેષ ટ્રેન રેલવે 10મીએ દોડાવી ચૂક્યું છે જયારે પરીક્ષાર્થીઓની સુવિધા માટે કેટલીક ટ્રેનોમાં વિશેષ કોચ પણ જોડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...