મેયર ON મોપેડ:સુરતના બિસ્માર થઈ ગયેલા રસ્તાઓ જોવા મેયર 'સ્ટાઈલ'માં નીકળ્યા, કોર્પોરેટરોને પણ સાથે લીધા

સુરત8 દિવસ પહેલા
મોપેડ પર સવાર થઈ મેયર રસ્તાનું નિરીક્ષણ કર્યા પહોંચ્યા.
  • ક્વોરીના કોન્ટ્રાક્ટરોની હડતાલને કારણે રસ્તા રીપેરીંગ અને નવીનીકરણનું કામ મંદ ગતિએઃ મેયર
  • અંતરીયાળ વિસ્તારમાં અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઇ સમસ્યાના સમાધાન માટે સૂચના આપી

સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠને કારણે રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળે છે. વાહનચાલકો માટે સુરત શહેર જેવા સ્માર્ટ સિટીમાં જાણે આફતો તૂટી પડે છે. શહેરના લગભગ મોટાભાગના રસ્તાઓ તૂટી ગયેલા જોવા મળે છે. કમિશનર દ્વારા ગત વર્ષે પણ કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરવાની ઘટના સામે આવી હતી. પરંતુ ચોમાસા પહેલાથી જ નક્કર કામગીરી થાય તો વાહનચાલકોએ વધુ હાલાકી ભોગવવી ન પડે. જેથી મેયર હેમાલી બોઘાવાલા સક્રિય થયા છે. આજે મેયર મોપેડ પર શહેરના બિસ્માર થઈ ગયેલા રસ્તાઓ જોવા નીકળ્યા હતા. આ સાથે સ્થાનિક કોર્પોરેટરને પણ સાથે રાખ્યા હતા.

સેન્ટ્રલ ઝોનમાં સમસ્યાના સમાધાન માટે સૂચના
ચોમાસા દરમિયાન રસ્તા તૂટી જવાની ફરિયાદો શહેરના લગભગ તમામ વિસ્તારોની અંદર દેખાતી હોય છે. પ્રથમ વરસાદ ધોધમાર આવે તો રસ્તાઓનો રીતસરનું ધોવાણ થઈ જતો હોય છે. અડધો ફૂટ કરતાં મોટા મોટા ખાડાઓ જોવા મળતા હોય છે ઘણા વિસ્તારોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં પડે છે. શહેરીજનોને ચોમાસા દરમિયાન મુશ્કેલી ન થાય તે પહેલા જ મેયર સક્રિય થયા છે. મેયર હેમાલીબેન બોઘાવાલા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર 12 અને 13માં સમાવિષ્ટ નાણાવટ, વરીયાવી બજાર, સૈયદપુરા, રામપુરા, લાલદરવાજા, ભાગળ, વાડીફળીયા, ગોપીપુરા, નવસારી બજાર, સલાબતપુરા વિગેરે વિસ્તારના પ્રશ્નો બાબતે સ્થાનિક કોર્પોરેટરો સાથે ટુ વ્હીલર પર અંતરીયાળ વિસ્તારમાં અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઇ સમસ્યાના સમાધાન માટે સૂચના આપી હતી.

સ્થળ મુલાકાત લઇ સમસ્યાના સમાધાન માટે સૂચના આપી.
સ્થળ મુલાકાત લઇ સમસ્યાના સમાધાન માટે સૂચના આપી.

ચોમાસા પહેલા તમામ ઝોનમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવા પ્રયાસ
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે સેન્ટ્રલ ઝોનમાં ખૂબ મોટાપાયે ડ્રેનેજ લાઈન અને પાણીની લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી કેટલી પૂર્ણ થઈ છે અને આવનાર ચોમાસાને કારણે જો આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તો રસ્તાની કામગીરી પણ શરૂ કરાઈ શકે. હાઇડ્રોલિક વિભાગની કામગીરી લગભગ પૂર્ણ થવાના આરે છે અને જે વિસ્તારની અંદર રસ્તાઓ રીપેરીંગ કરવાની જરૂર જણાય છે ત્યાં આગળ પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ હાલ મુશ્કેલી એ છે કે ક્વોરીના કોન્ટ્રાક્ટરોની હડતાલ હોવાને કારણે જરૂરિયાત પ્રમાણેની ક્વોરી મળી રહી નથી. જેના કારણે કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે. અમે પ્રયાસો કરી રહ્યા છે કે ચોમાસા પહેલા તમામ ઝોનની અંદર રસ્તાની કામગીરી પણ પૂર્ણ થઈ જાય.

અન્ય સમાચારો પણ છે...