ઉત્તરના પવનોની અસર:8 વર્ષ બાદ જાન્યુઆરીમાં રેકોર્ડબ્રેક ઠંડી, 11.4 ડિગ્રી તાપમાન સાથે બુધવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ, 10 કિમીના પવન ફૂંકાતાં પારો 2 ડિગ્રી ઘટ્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઠંડીનું પ્રમાણ વધતા શહેરના ગરમ વસ્ત્રોના બજારમાં સિઝનના એન્ડિંગમાં ખરીદી નીકળી હતી. - Divya Bhaskar
ઠંડીનું પ્રમાણ વધતા શહેરના ગરમ વસ્ત્રોના બજારમાં સિઝનના એન્ડિંગમાં ખરીદી નીકળી હતી.
  • વર્ષ 2014માં 11.9 ડિગ્રી અને 2013માં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
  • મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી હોવા છતાં સૂસવાટાભર્યા પવનોને કારણે દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો
  • સવારે ભેજનું પ્રમાણ 84 ટકા તો સાંજે 41 ટકા રહ્યું

શહેરમાં 10 કિ.મીની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા ઠંડીનો પારો એક જ દિવસમાં 2 ડિગ્રી ગગડી 11.4 ડિગ્રી પહોંચ્યો છે. આ સાથે બુધવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. વર્ષ 2013 પછી એટલે કે 8 વર્ષ પછી જાન્યુઆરીમાં 11.4 ડિગ્રી પારો નોંધાયો છે. ચાલુ વર્ષે 10 જાન્યુઆરીએ 12.2 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.

શહેરમાં સુસવાટાભર્યા પવન ફૂંકાતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. આવતીકાલે મોડી સાંજથી પવનની ગતિ થોડી મંદ પડશે પણ ઠંડીનું જોર યથાવત જ રહેશે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 84 ટકા અને સાંજે 41 ટકા રહ્યું હતું. ઉત્તર દિશાથી 5 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.

વર્ષડિગ્રી
201311
201411.9
201512.8
201611.5
201712.2
201812.8
201911.5
202012.6
202112.6
202211.4

ઉત્તરાયણના બે દિવસ સુધી પવન 9થી 14 કિલોમીટરની ઝડપે ફૂંકાશે, પતંગ ચગાવવા માટે ઠુમકા નહીં મારવા પડે
ઉત્તરાયણનો તહેવાર કેવો રહેશે તેનો આધાર પવનની ગતિ પરથી નક્કી થાય છે. આ વર્ષે ઉત્તરાયણ પતંગ રસિયાઓ માટે સારી રહી શકે છે. કારણ કે, પવનની ગતિ સારી રહેશે. દિવસભર સરેરાશ પ્રતિ કલાક 9થી 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે. જેથી પતંગ રસિયાઓએ ઠુમકા નહીં મારવા પડે. સડસડાટ પતંગ ચગી જશે. હવામાન એક્સપર્ટ દેવચરણ દુબે જણાવ્યું કે, હાલમાં અન્ય કોઇ સિસ્ટમ ન હોવાથી ઉત્તરાયણમાં ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા પવનનું જોર યથાવત રહી શકે છે. જેથી પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં કોઇ ખાસ તકલીફ નહીં પડશે.

અન્ય સમાચારો પણ છે...