બિઝનેસ:ચીની ફેબ્રિક્સ અને યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નાંખવાના નિવેદનથી વીવર્સોમાં ચિંતા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોગવાએ સરકાર પાસે માંગણી કરી હતી

સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝને ચાઈનાથી સુરક્ષા મળે તે માટે ફોગવા પ્રમુખે અગાઉ ચીનથી આયાત થતી મશીનરી અને સોમવારે ફેબ્રિક્સ તેમજ યાર્ન પર પણ એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નાંખવા માટે રજૂઆત કરી છે. રજૂઆતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આગેવાન વીવર્સે ફોગવા પ્રમુખને સમજાવટ કરી માંગણી બદલાવી નાંખી હતી.

વીડીયો બપોરે ટેક્સટાઈલ ઉદ્યોગકારોના ગ્રુપમાં વાયરલ
બનેલી ઘટના પ્રમાણે, સોમવારે ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ સરકારમાં રજૂઆત કરી છે કે, ચીનથી મહિને લાખો મીટર કાપડ સુરત સહિતના ભારતના વિવિધ કાપડ બજારોમાં ડમ્પ થઈ રહ્યું છે. જેના કારણે આત્મનિર્ભર ભારતના સેવાઈ રહેલા સ્વપ્નમાં તે અડચણરૂપ બની શકે છે. માટે ચીનથી આવતાં રેડીમેઈડ ફ્રેબ્રિક્સ અને યાર્ન પર પણ એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નાંખવામાં આવે. વીડીયો બપોરે ટેક્સટાઈલ ઉદ્યોગકારોના ગ્રુપમાં વાયરલ થતા સ્પીનર્સ આગેવાનોએ ફોગવા પ્રમુખ દ્વારા આપવામાં આવેલા નિવેદનને સમર્થન તરીકે ગણીને વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ કર્યું હતું. સ્પીનર્સના આ પગલાંથી વીવર્સ વર્ગમાં ચિંતા જોવા મળી હતી. વીવર્સ આગેવાનોએ ફોગવા પ્રમુખને રજૂઆત કરી પોતાની માંગણી પર ફેરફાર કરવા સમજાવ્યા હોઈ તેમ ફોગવા પ્રમુખે થોડા સમયમાં જ સોશિયલ મીડિયામા વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, ભારતના યાર્નની ક્વોલિટી લોકલ માર્કેટમાં એક્સપોર્ટ લેવલનું કાપડ બનાવવા માટે વપરાશમાં લેવાય તેવી નથી. જેથી ચીનના આયાતી ફેબ્રિક્સ પર જ એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...