વિરોધ:GST દર 12%થી ફરી 5% ન કરાય તો વીવર્સ-ટ્રેડર્સ આંદોલન કરશે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફોગવા, ફિઆસ્વી, ટ્રેડર્સ એસોસિએશન વગેરે સંસ્થાએ કેન્દ્રના કોમર્સ મંત્રાલય અને વડાપ્રધાન પર રજૂઆતનો મારો ચલાવ્યો

કોમર્સ મંત્રાલયે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે જીએસટીના દર 5થી વધારીને 12 ટકા કર્યા છે, જેને લઈને ફોગવાએ મિટિંગ યોજી હતી. જેમાં તમામ વીવિંગ સંગઠનોએ આ ફેરફારને આત્મઘાતી પગલું ગણાવ્યું હતું. શહેરના 25 વિવિંગ સંગઠનો આ મામલે વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારના કોમર્મ મંત્રાલયને રજૂઆત પણ કરશે. જો સરકાર દ્વારા જીએસટી દર પૂર્વવત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ વિવિંગ સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે સંકટ ઊભું થયું
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા કહે છે કે, ‘જીએસટી, નોટબંધી અને કોરોનામાંથી નિકળીને ટેક્સટાઈલ ઉદ્યોગ ફરી પાટા પર ચડી રહ્યો છે ત્યારે સરકારે આ પગલું ભરતાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે સંકટ ઊભું થયું છે. ફોગવાની મળેલી મિટિંગમાં 25 વિવિંગ સંગઠનોના આગેવાનો મળ્યા હતાં અને સરકારના આ પગલાને વખોડ્યું હતું. સરકાર દ્વારા આ નિર્ણય પરત લેવામાં આવશે નહીં તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

એન્ડ યૂઝર તથા વેપારીઓને નુકસાની
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ સુનિલ જૈન કહે છે કે, ‘જીએસટીમાં ફેરફારના કારણે એન્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરનાર લોકો અને વેપારીઓને નુકસાની જશે. આજે યોજાયેલી મિટિંગમાં ટ્રેડર્સો જોડાયા હતાં અને વિરોધ કર્યો હતો. જીએસટી સ્લેબને ફરી હતો તેમ જ કરવા માટે અમેે કોમર્સ મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરીશું.’

અન્ય સમાચારો પણ છે...