તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Weavers, Knitters, Technical Manufacturers To Come To Surat On 'Vivinit Exhibition', One Platform By Chamber Of Commerce

પ્રદર્શન:સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા  ‘વિવનીટ એકઝીબીશન’, એક જ પ્લેટફોર્મ પર વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ મેન્યુફેક્ચરર્સ આવશે

સુરતએક દિવસ પહેલા
  • કૉપી લિંક
સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન’નું આયોજન કરવામાં આવશે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન’નું આયોજન કરવામાં આવશે(ફાઈલ તસવીર)
  • બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શો બની રહેશે : દિનેશ નાવડિયા

સુરત ભારતભરમાં સૌ પ્રથમ વખત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. 11 થી 13 સપ્ટેમ્બર 2021 દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન’નું આયોજન કરવામાં આવશે.જેમાં વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ મેન્યુફેક્ચરર્સ સહિતના ઉદ્યોગકારો એક જ પ્લેટફોર્મ પર આવશે તેમ ચેમ્બર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ઉદ્યોગકારોને પ્લેટફોર્મ મળશે
દિનેશ નાવડિયા (ચેમ્બર પ્રમુખ) એ જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત યોજાનાર ‘વિવનીટ એકઝીબીશન’એ વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શો હશે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા આ તમામ કેટેગરીના ઉદ્યોગકારો વિવનીટ પ્રદર્શનના માધ્યમથી હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.

બાયર્સને આમંત્રિત કરાશે
આ એકઝીબીશન ભારતનું સૌપ્રથમ એવું એકઝીબીશન બની રહેશે કે જેમાં યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા વિવર, નીટર, ટેકનીકલ ટેકસટાઇલ અને નેરો ફેબ્રિકસના ઉત્પાદકો ભાગ લેનારા છે. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. જેથી કરીને એકઝીબીટર્સને સ્થળ પર બિઝનેસ મળી રહેશે.