વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારીની જાહેરાત કરી છે. સુરતમાં 9 જેટલા સિટીંગ ધારાસભ્યો રિપીટ કરવામાં આવ્યા છે. જે પૈકીના પાંચ સિટીંગ સભ્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારોએ ઉમેદવારી સાથે રજુ કરેલી એફિડેવિટમાં પોતાની આવક રજુ કરી છે, જેમાં કતારગામના ઉમેદવાર અને પૂર્વ મંત્રી વિનુ મોરડીયાની મિલકતમાં 1.09 કરોડનો વધારો થયો છે. જ્યારે આપમાથી ઉમેદવારી નોંધાવનાર પ્રકાશ પટેલ ૧૩ કરોડના આસામી છે.
આપના ઉમેદવાર પ્રકાશ પટેલ પાસે 13 કરોડની સંપતિ
શનિવારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી. જેમાં અત્યાર સુધીમાં આપના ઉમેદવાર પ્રકાશ પટેલ સૌથી વધુ 13.21 કરોડની સંપતિ ધરાવે છે. પ્રકાશ કોન્ટ્રાક્ટરે ઉમેદવારી સાથે કરેલી એફિડેવીટમાં પોતાની સંપતિ બનાવી હતી. જેમાં હાથ પર રૂ.૬૮,૭૫૬ રોકડ બતાવી છે. જ્યારે ત્રણ બેંકમાં રૂ.૬,૦૬,૧૪૦ છે. જ્યારે તેમની પાસે રૂ.૩.૬૭ લાખના સોના ધરેણા છે. જોકે તેમની પાસે મોટા પ્રમાણમાં જમીન છે. તેમની પાસે સુરતના ખજોદ, નવસારીના બારોલીયા, ખેતીની જમીન છે. આ ઉપરાંત સહિયારી જમીન પણ મિલકત છે જેની અંદાજીત બજાર કિંમત રૂ.૧૨,૨૮,૨૧,૦૦૦ ગણવામાં આવી છે.આ પરાંત મજુરા અને ચોર્યાસી તાલુકામાં તેમના મકાન આવેલા છે. જેની વર્તમાન કિંમત ગણવામાં આવે તો રૂ.૧૨,૯૩,૨૧,૦૦૦ ગણવામાં આવે છે. એટલે ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટરની કુલ મિલકત ગણવામાં આવે તો રૂ.૧૩.૨૧ કરોડ જેટલી એફીડેવીટ માં દર્શાવી છે.
આ છે આપણા નેતાજીઓની આર્થિક સદ્ધરતા
વર્ષ | 2017 | 2022 |
મુકેશ પટેલ (ઓલપાડ) ભાજપઅભ્યાસ : ડ્રાફ્ટ મેન | ||
જંગમ મિલકત | 1,63,22,353 | 1,74,02,972 |
સ્વપાર્જિત મિલકત | 75,00,000 | 1,28,00,000 |
ડિપોઝીટ | 7,946,440 | 1,06,69,343 |
સોનુ | 7,10,783 | 7,10,783 |
હાથ પર રોકડ | 99,915 | 1,75,225 |
ઘર | 60,00,000 | 1,10,00,000 |
વાહનો | 4 બાઇક,4 કાર | 5 બાઇક,4 કાર |
(38,03,789) | (21,55.818) | |
લોન | 96,20,491 | 56,49,343 |
અરવિંદ રાણા (સુરત પૂર્વ) ભાજપઅભ્યાસ : 12પાસ | ||
જંગમ મિલકત | 39,70,984 | 1,30,41,754 |
જમીન મકાન | 1,76,00,000 | 1,86,00,000 |
સોનુ | 3,00,000 | 4,70,000 |
હાથ પર રોકડ | 1,75,480 | 80,404 |
મ્યુ ફંડ શેર | 5,91,918 | 55,31,333 |
ડિપોઝીટ | 17,98,733 | 40,61,320 |
વીમો | 62,03,570 | 1,33,28,750 |
વાહન | 1 કાર | 1કાર,1બાઇક |
(5.14 લાખ) | (18.02 લાખ) |
વર્ષ | 2017 | 2022 |
પુર્ણેશ મોદી (પશ્ચિમ) ભાજપઅભ્યાસ : એલએલબી | ||
જંગમ મિલકત | 22,75,782 | 27,48,623 |
સોનુ | 3,11,000 | 515,000 |
હાથ પર રોકડ | 1,07,775 | 2,19,000 |
વીમા પોલીસ | 57,25,000 | 32,75,000 |
લોન | 8,75,444 | 2,19,000 |
વિનુ મોરડીયા ( કતારગામ ) ભાજપઅભ્યાસ : 10 પાસ | ||
જંગમ મિલકત | 1,45,26,030 | 4,18,14,371 |
જમીન મકાન | 1,76,88,119 | 2,70,29,971 |
સ્વપાર્જીત મિલકત | 1,47,32,628 | 2,70,29,997 |
હાથ પર રોકડ | 3,00,238 | 1,36,51,000 |
લોન | 10,50,000 | 15,07,990 |
વાહન | 2 કાર (4.88લાખ) | 1 કાર (1.33 લાખ) |
સંગીતા પાટીલ ( લિંબાયત) ભાજપઅભ્યાસ : બીએ | ||
જંગમ મિલકત | 23,86,650 | - |
સ્વપાર્જીત મિલકત | 30,18,600 | 45,00,000 |
સોનુ | 2,52,122 | 4,36,800 |
હાથ પર રોકડ | 79,924 | 1,02,289 |
ડિપોઝીટ | 3,96,733 | 3,31,353 |
લોન | 6,61,980 | 3,64,000 |
વાહન | 1 કાર (8.20લાખ) | 1 કાર (27.20લાખ) |
આ કરોડપતિ ઉમેદવારો પહેલીવાર વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા
વર્ષ | 2022 |
મનુ પટેલ ( ઉધના ) ભાજપ8 પાસ | |
જંગમ મિલકત | 4,82,52,471 |
જમીન મકાન | 6,60,51,000 |
સોનુ | 5,02,900 |
હાથ પર રોકડ | 1,81,592 |
ડિપોઝીટ | 5,00,000 |
વાહન | -- |
વર્ષ | 2,022 |
દર્શન નાયક (ઓલપાડ) કોંગ્રેસLLB | |
જંગમ મિલકત | 9,68,631 |
જમીન મકાન | 2,38,88,638 |
સોનુ | 2,32.500 |
ડિપોઝીટ | 14,87,500 |
હાથ પર રોકડ | 1,86,420 |
વાહન | 1 બાઇક 1 કાર (9.05લાખ) |
વર્ષ | 2022 |
પ્રકાશ કોન્ટ્રાકટર (ચોર્યાસી) આપ | |
ખેતીની જમીન | 12,93,21,000 |
સોનુ | 24,68,000 |
ડિપોઝીટ | 9,88,039 |
હાથ પર રોકડ | 68,754 |
બોન્ડ | 7,77,971 |
વાહન | 2 કાર 1 બાઇક (18લાખ) |
આપના ઉમેદવારો સામે ગુના નોંધાયા છે
જિલ્લાની બેઠક પર આપના 6 ઉમેદવારમાંથી 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સામે 17 કેસ ચાલી રહ્યા છે. કરંજના ઉમેદવાર મનોજ સોરઠીયા સામે રાયોટીંગનો ગુનો છે. જ્યારે કામરેજના ઉમેદવાર રામ ધડુક સામે 4 ગુના નોંધાયા છે તો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે 4 ગુના નોંધાયા છે.
સંગીતા પાટીલે જ્વેલરી અને વાહન વસાવ્યા
લિબાયતના બેઠકના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય સંગીતા પાટીલની મિલકત માં છેલ્લા પાચ વર્ષમાં આવકમાં ૫૭ લાખનો વધારો થયો છે. સમાજ સેવા કરીને આ આવકમાં વધારો થયો હોવાનું તેમણે એફિડેવીટમાં જણાવ્યું છે. જેમાં તેમણે વધુ રૂપિયા ૨ લાખથી વધુના ઘરેણા ખરીદ્યા છે. જ્યારે તેમણે એક વાહન પણ વસાવ્યું છે.
અરવિંદ રાણા પાસે 77 લાખની FD, 17 બેંકખાતા
સુરત પૂર્વની બેઠક પર ઉમેદવારી નોંધાવનાર સિટીંગ ધારાસભ્ય અરવિંદ રાણાએ ચૂંટણી પંચ સમક્ષ કરેલી એફિડેવીટમાં જણાવ્યા મુજબ તેમની પાસે અલગ અલગ બેંકમાં ૨૮૧ જેટલી ફિક્સ ડિપોઝીટ છે. જેમાં ૭૭ લાખ જેટલી રકમ છે. જ્યારે ૧૬ બેંકોમાં એકાઉન્ટ ધરાવે છે. તેમજ ૩૦ જેટલી કંપનીના શેરમાં રોકાણ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.