તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં સભાને સંબોધન:કૉંગ્રેસની ડિપોઝીટ કેટલી ડૂલ થાય તે જોઇશું: પાટીલ

સુરત17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર પાટિયા ખાતે સી.આર.પાટીલ જનમેદનીને સંબોધી હતી. - Divya Bhaskar
પાલનપુર પાટિયા ખાતે સી.આર.પાટીલ જનમેદનીને સંબોધી હતી.

ભાજપા બાદ કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચાર જોરશોરમાં શરૂ કર્યો છે. કતારગામ, પાંડેસરા, પાલનપુર જકાતનાકા એમ ત્રણ અલગ અલગ વિસ્તારમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે જાહેર સભા સંબોધી હતી. તેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાની જીત નિશ્ચિત છે ફકત કેટલાં વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થાય છે તેની ગણતરી કરવાની છે. તેમ કહી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કતારગામની જાહેર સભામાં કહ્યું કે, ભાજપના નેતાઓને કોઇ સવાલ પુછે તે ગમતું નથી.

પાલનપુર પાટિયા ખાતે સી.આર.પાટીલ જનમેદનીને સંબોધી હતી.
પાલનપુર પાટિયા ખાતે સી.આર.પાટીલ જનમેદનીને સંબોધી હતી.

સભા સંબોધતા સીઆર પાટિલે કહ્યું હતું કે, એક ડિબેટ જોતો હતો તેમાં કોંગ્રેસના કાર્યકર્તાએ પ્રામાણિકપણે કબૂલાત કરી હતી કે પેજ કમિટી થકી દરેક સોસાયટીના ઘર ઘર સુધી ભાજપાના કાર્યકર્તાઓનું જડબેસલાક નેટવર્ક ગોઠવાયેલું છે, જ્યારે અમારી પાસે તો કાર્યકર્તાઓ જ નથી. સાચી વાત છે કૉંગ્રેસ પાસે કાર્યકર્તાઓ જ નથી થોડાં ઘણાં જે બચ્યા છે તે નેતાઓ જ છે અને તેઓને પોતાની નેતાગીરી ચમકાવવામાં જ રસ છે. તેઓને પાર્ટી કે દેશ સાથે કોઈ લેવાદેવા નથી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આસમમાં આપેલા ગુજરાત વિરોધી નિવેદનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં પાટિલે જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસને આંખના કણાની જેમ ખૂંચે છે. જે ગુજરાતે આ દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, ડો. વિક્રમ સારાભાઈ જેવાં મહાનુભવો આપ્યા પરંતુ કોંગ્રેસનું વલણ હંમેશા ગુજરાત વિરોધી રહ્યું છે. ગુજરાતને બદનામ કરવાની એક પણ તક કોંગ્રેસ જતી કરતી નથી. કોંગ્રેસ પાસે હાલમાં ચૂંટણીના કોઈ મુદ્દા નથી આથી ફરીથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આસામમાં ગુજરાત વિરોધી નિવેદન કરીને પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે. પરંતુ હું અહીંથી કોંગ્રેસના નેતાને કહેવા માગું છું કે આ ગુજરાતીઓ તમને વીણી વીણીને સાફ કરી નાખશે. ગુજરાતની આ સ્થાનિક

એશિયામાં સુરત નં.1 બનશે:સી.આર.પાટીલ

 • એશિયામાં સૌથી ઝડપી વિકાસ પામતું સુરત શહેર આજે ચોથા નંબરે છે આવનારા સમયમાં સુરત નંબર વન બનશે.
 • રૂપિયા 971 કરોડના ખર્ચે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ
 • રૂપિયા 2000 કરોડના ખર્ચે તાપી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરાશે.
 • 1000 કરોડના ખર્ચે બેરજ બનશે. ખારા પાણીની સમસ્યા દૂર થશે.

રાહુલનું નિવેદન ગુજરાત વિરોધી, ભાજપનો વિરોધ
રાહુલ ગાંધીએ આસામમાં કરેલા નિવેદનનો ભાજપ દ્વારા વિરોધ કરાયો હતો. સુરતમાં પણ ભાજપના લોકોએ પ્રદર્શન કર્યું હતું.આસામની મુલાકાત દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આસામના ચા ના બગીચાઓમાં ગુજારાતના વેપારીઓ અંગે નિવેદન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો