તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓની લાચારી:‘અમારે બાળકોનાં પેટ ભરવાનાં છે, ભાડું અને વેરો પણ ચૂકવવાનો છે’, અમને દુકાનો ખોલવા છૂટ આપો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પુણાના વેપારીઓ દુકાનો ખોલવા માટે રોડ પર ઉતર્યા હતાં. પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવી બાળકોના પેટ ભરવાનાં છે, ભાડું અને વેરો પણ ચુકવવાનો છે તેવી લાચારી વ્યક્ત કરી દુકાનો ખોલવા માંગ કરી હતી.

‘મિની લોકડાઉન ચાલુ થયું ત્યારથી દુકાનો બંધ છે. 18મીએ નહીં ખોલે તો અમે તો દુકાન ખોલી જ નાંખવાના છે. આ કઈ જાતનું લોકડાઉન છે. નાનો વેપારી જ ગુનેગાર બાકી બધાને છૂટ ’ > ભરત ચોવટિયા, વેપારી,પુણા

‘ 20 દિવસથી દુકાન બંધ હોવાથી નાની દુકાનદારોના ધંધો બંધ થઈ જતાં તકલીફમાં મુકાઈ ગયાં છે, વહેલીતકે દુકાનો ચાલુ કરાવો, હવે મહિનો પૂરો થશે અને દુકાન માલિકને ભાડું પણ ચુકવવાનું છે. > ચેતન રાદડિયા, દુકાનદાર, પુણા

​​​​​​​‘ અમારી તો સ્ટોનની દુકાન છે. દુકાનો બંધ કરાવી દેવાઈ છે. અત્યારે વેરાબીલ, લાઇટ બીલ ભરવા પડે છે. ધંધો નથી ત્યારે ક્યાંથી બીલો ભરવાના, અમારી દુકાનો વહેલી તકે ખોલાય. > મનસુખ ગોઠીયા, સ્ટોન દુકાનદાર, પુણા

અન્ય સમાચારો પણ છે...