તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના ચમકારા:‘દિલ્હીમાં પાણી ખરીદીને પણ મફત આપીએ છીએ અને સુરતમાં તાપી નદી છતાં પાણી મફતમાં નથી ’

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • AAPના પ્રચારમાં રાષ્ટ્રીય પ્રવક્તા સંજીવ ઝાના ભાજપા પર પ્રહારો

મહાપાલિકાની ચૂંટણીમાં પ્રથમવાર ઝંપલાવનાર આપ પાર્ટીના પ્રચારમાં શહેરમાં આવેલા આપના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય સંજીવ ઝાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પાલિકાની ચૂંટણીમાં આપ મજબૂતાઇથી ભાગ લઇ રહી છે. છેલ્લા 3 દિવસથી હું સુરતના અલગ-અલગ વોર્ડમાં કેમ્પેઇન કરી લોકોને મળી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, 25 વર્ષથી પાલિકામાં ભાજપની સરકાર છે. માત્ર લૂંટના સિવાય લોકોને કંઇ મળ્યું નથી. આ લૂંટ હજુ સુધી એટલા માટે ચાલી રહી છે કે ભાજપને હરાવવાની કોંગ્રેસમાં તાકાત નથી.

કોંગ્રેસ મિલિભગતમાં કામ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે લોકો આપને વિકલ્પ તરીકે જોઇ રહ્યા છે. સુરતના લોકો માટે ગેરન્ટી કાર્ડ અપાયા છે. આપ પાર્ટીનું શાસન આવે તો વેરાથી લોકો પરેશાન છે તો વેરો અડધો કરીશું. સ્કૂલની વ્યવસ્થા કરીશું. દિલ્હીમાં પાણી ખરીદી લાવીને લોકોને મફતમાં આપીએ છીએ પરંતુ સુરતના લોકોનું દુર્ભાગ્ય છે કે સુરતમાં તાપી કિનારે હોવા છતા પાણીનું બિલ આપવુ પડે છે. પાણી મફતમાં નથી મળતું. આ બધી ગેરેન્ટી પાર્ટી આપી રહી છે.

ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ સહિતના નેતા
14મીએ દિલ્લીના ઉપમુખ્ય મંત્રી મનીષ સીસોદીયા સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે આવી રહ્યા છે. સુરત મનપાની ચૂંટણીમાં ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની,મનસુખ માંડવીયા સહિતના નેતાઓને મનપા ચૂંટણીમાં પ્રચાર માટે બોલવામાં આવ્યા છે.સુરત સહિતના મોટા શહેરોમાં કેન્દ્રીય મંત્રી ઉપરાંત ખુદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ પ્રચારમાં જોતરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો