રીપેરીંગની કામગીરી શરૂ:આજે જુના બમરોલી અને પાંડેસરા GIDCમાં પાણી પુરવઠો નહીં મળે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખરવરનગર જંક્શન પાસે મેઇન લાઈનમાં રીપેરીંગ કરાશે
  • મંગ‌ળવારે પણ પાણી ઓછા પ્રેશરથી મળવાની સંભાવના

ખરવરનગર જંકશન પાસે મેઇન લાઈનમાં રીપેરીંગ હાથ ધરવામાં આવનાર હોવાથી આજે જુના બમરોલી, પાંડેસરા જી,આઈ.ડી.સી વિસ્તારમાં પાણી પુરવઠો નહી મળશે. આવતીકાલે પણ પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળવાની સંભાવના છે.

પાલિકાનાં ઉધના ઝોન વિસ્તારમાં ઉધના (ચીકુવાડી) અને પાંડેસરા જળ વિસ્તરણ મથક ખાતેથી અંડરગ્રાઉન્ડ ટાંકીઓ, કતારગામથી આવતી ૧૫૨૪ મી.મી. વ્યાસની બાયપાસ એમ.એસ.લાઈનથી આ ભુર્ગભ ટાંકીઓ ભરવામાં આવે છે. ઉધના-નવસારી મેઈન રોડ પર ખરવરનગર જંકશન પાસે સવેરા કોમ્પ્લેક્ષ સામેથી પસાર થતી આ ૧૫૨૪ મી.મી. વ્યાસની એમ.એસ.લાઈનમાં થયેલ લીકેજ રીપેરીંગની કામગીરી ૧૧ જુલાઈનાં રોજ સવારે ૮ થી સાંજના ૮ કલાક સુધી હાથ ધરવામાં આવનાર છે.

જેથી તા. ૧૧ ના રોજ ઉધના (ચીકુવાડી) જળ વિતરણ મથક અને પાંડેસરા જળ વિતરણ મથક ખાતેની અંડરગ્રાઉન્ડ ટાંકીઓ ભરી શકાય તેમ નથી. જેના કારણે તા. ૧૧ના રોજ ઉધના જુના બમરોલી અને ગોવાલક વિસ્તારમાં તથા આશાપુરી સોસાયટી, અર્પક્ષા નગર, અંબિકા નગર, દેવેન્દ્ર નગર, ગણપત નગર, કરશન નગર, હારા નગર અને કર્મયોગી સોસાયટી વિસ્તારમાં તેમજ પાંડેસરા જળ વિતરણ મથક દ્વારા, પાંડેસરા જી.આઈ.ડી.સી. ના વિસ્તારમાં સાંજના સમયે આપવામાં આવતો પાણી પુરવઠો સંપૂર્ણ ખોરવાશે. તેમજ તા. ૧૨ના રોજ પણ આ વિસ્તારમાં પાણી પુરવઠો અંશતઃ અવરોધાશે.

અન્ય સમાચારો પણ છે...