મહાઅભિયાન:માંડવી નગરમાં પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે તારીખ 6 થી 8 જૂનની બપોર સુધી પાણી પુરવઠો બંધ રાખી કરાશે લાઇનની મરામત

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નગરના 4500 જેટલા નળ કનેકશન ધારકો પાણી વિના હેરાન ન થાય તે માટેનો માસ્ટર પ્લાન ગોઠવવાના અથાગ પ્રયત્નો હાથ ધરાયા છે. - Divya Bhaskar
નગરના 4500 જેટલા નળ કનેકશન ધારકો પાણી વિના હેરાન ન થાય તે માટેનો માસ્ટર પ્લાન ગોઠવવાના અથાગ પ્રયત્નો હાથ ધરાયા છે.
  • ટેન્કરો અને ખાનગી બોરમાંથી પાણી અપાશે

માંડવી નગરપાલિકા વિસ્તારમાં વારંવારના પાણી પુરવઠાની યોજનામાં પહોંચતી ખલેલને દૂર કરવા મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન બંધ થનારા પાણી પુરવઠા સામે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટેન્કરો તથા ખાનગી બોર માલિકો અને સમાજિક સંસ્થાની પાણીની સુવિધાનો પણ ઉપયોગ કરવાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

માંડવી નગરપાિલકાના પ્રમુખ રેખાબહેન વશી તથા ચીફ ઓફિસર પ્રણવભાઈ ચૌધરી, પાણી પુરવઠા વિભાગના અધ્યક્ષ કિરીટભાઈ પટે અને શાખા અધિકારી રાહુલભાઈ ઉપાધ્યાય અને કોર્પોરેટરની ઉપસ્થિતિમાં `જણાવ્યું હતું કે 6 જૂનથી બપોરથી 8 જૂન બપોર સુધી પાણી પુરવઠો બંદ કરી પાણી પુરવઠાની કાયમી સમસ્યાઓનો નિકાલ કરવામાં આવશે.

પાણી પુરવઠા બંધ રહે તે દરમિયાન પાલિકા ઉપરાંતના ખાનગી ટેન્કરોની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તથા તમામ કાઉન્સીલરોની પણ પોતાના વોર્ડમાં સતર્ક રહી પાણી પુરવઠા વગર વધુ તકલીફ ન પડે તે જોવાના સૂચનો કરવામાં આવ્યા છે. ઉપરાંત ખાનગી પાણી વિતરકોને પણ સર્જાયેલા સંજોગોમાં સહકાર આપવા માટે અનુરોધ કર્યો છે. ત્યારે નગરજનોને પણ જરૂરિયાત માટેના પાણીનો સંગ્રહ કરી લેવા જણાવી હાલમાં પાણી પુરવઠાના કલાકો વધારવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

હાલ 200 એલપીસીડી અપાય છે પાણી
સરકારી નગરપાલિકાએ સરકારી ધારાધોરણ મુજબ 135 એલપીસીડી પાણી પુરવઠો માથાદિઠ આપવાનો હોય છે. પરંતુ પાલિકા દ્વારા અંદાજિત 200 એલપીસીડી પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જેથી પાણી સંગ્રહની ઓછી કેપેસિટી ધરાવતાં પરિવારને પણ પુરતું પાણી મળી રહે છે.કોઈ તકલીફ ન પડે તે માટે ઉમદા વ્યવહારની સૌએ સરાહના કરી હતી.

4500 નળ કનેકશન ધારકોને મળશે રાહત
નગરના 4500 જેટલા નળ કનેકશન ધારકો પાણી વિના હેરાન ન થાય તે માટેનો માસ્ટર પ્લાન ગોઠવવાના અથાગ પ્રયત્નો હાથ ધરાયા છે. જે અંતર્ગત વારંવાર ભંગાણ પડતી લાઇનની મરામત હાથ ધરવામાં આવી છે. અને મરામત બાદ આરસીસી કામ કરી લાઇનને મજબૂત બનાવવાનું કામ 6 થી 8 જુથ દરમિયાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...