તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Water Supply To Varachha Central Zone Areas Will Be Disrupted On Tuesday Following The Operation Of A New Booster House In Umarwada, Surat.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સુરતના ઉમરવાડામાં નવા બુસ્ટર હાઉસની કામગીરીને પગલે મંગળવારે વરાછા-સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં પાણી બંધ રહેવાનું હોવાની જાણ પાલિકા દ્વારા આગોતરી કરાઈ છે (ફાઈલ તસવીર) - Divya Bhaskar
વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં પાણી બંધ રહેવાનું હોવાની જાણ પાલિકા દ્વારા આગોતરી કરાઈ છે (ફાઈલ તસવીર)
  • મંગળવારે સવારે આઠથી રાત્રીના બાર વાગ્યા સુધી કામગીરી ચાલશે

મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગના ઉમરવાડા બુસ્ટર હાઉસની કામગીરીના પગલે મંગળવારે વરાછા અને સેન્ટ્રલ ઝોનના ઘણા વિસ્તારમાં પાણી પુરવઠો ખોટકાશે. એક દિવસ માટે પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળશે અથવા નહી મળે તેમ હોવાથી લોકોને પાણીનો સંગ્રહ કરવા સાથે પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવા માટેની તંત્રએ અપીલ કરી છે.

મંગળવારે સવારથી કામગીરી થશે
વરાછા ઝોનના ઉમરવાડા જળવિતરણ મથક ખાતે નવા બુસ્ટર હાઉસ નાંખવામાં આવ્યું છે. જેના કારણે હયાત બુસ્ટર હાઉસની લાઈન નવી લાઈન સાથે જોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે આવતીકાલ મંગળવાર સવારે આઠ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી અથવા કામગીરી પુરી થાય ત્યાં સુધી કરાશે.

પાણી પુરવઠો ખોરવાશે
આ કામગીરીના પગલે ઉમરવાડા જળ વિતરણ માંથી લોકોને આપવામાં આવતો પાણી પુરવઠામાં વિક્ષેપ પડશે.આવતીકાલ મંગળવારે સવારે આઠથી રાત્રીના બાર વાગ્યા સુધી બુસ્ટર હાઉસની લાઈન બદલવાની કામગીરી ચાલતી હોવાના કારણે વરાછા ઝોનમાં બપોરના સમયે તથા સેન્ટ્રલ ઝોનમાં સાંજના સમયે આપવામાં આવતો પાણી પુરવઠો ખોરવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો