તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:કોવિડ-19 હોસ્પિટલમાં પાણીની બૂમ, અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનો પંપ બગડી જતા દર્દીઓ હેરાન

સુરતએક વર્ષ પહેલા
ફાયર વિભાગના ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી
  • ફાયર વિભાગનું ટેન્કર 20 હજાર લિટર પાણી લઈને પહોંચ્યું
  • પીવા અને શૌચાલયને લઈ હેરાનગતિથી દર્દીઓમાં રોષ

સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં પાણીની બૂમ પડી છે. અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનો પંપ બગડી જતા દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. જેને લઈને સુપ્રિટેન્ડન્ટ અને આરએમઓ દોડતા થઈ ગયા છે.

સુપ્રિટેન્ડન્ટ અને આરએમઓ દોડી આવ્યા

કોરોના મહામારીને લઈને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલની બિલ્ડીંગ 10 માળની છે. જેમાં  કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હાલ કોવિડ-19 હોસ્પિટલની અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનો પંપ બગડી જતા પાણી મળવું મુશ્કેલ થઈ ગયું છે. ઘટનાની જાણ થતા સુપ્રિટેન્ડન્ટ અને આરએમઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગના ટેન્કર મારફતે 20 હજાર લીટર પાણી મંગાવ્યું છે અને હાલ પાણીને બિલ્ડીંગની ઉપર રહેલી ટાંકીમાં પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે.

દર્દીઓમાં રોષ જોવા મળ્યો

પાણી ન આવતા કોરોનાના દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. પીવા અને શૌચાલયને લઈ હેરાનગતિ થતા દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે ફાયર ટેન્કર દ્વારા પાણી પહોંચાડી અન્ડરગ્રાઉન્ડ ટાંકીના સબમરસિબલ પંપને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...