નિર્ણય:મહિધરપુરા, નાણાંવટ, કોટસફીલ રોડ પર પાણીની લાઇન નખાશે, રસ્તા બંધ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1 થી 31મી ઓક્ટો. સુધી મરજાન શામી મસ્જીદ જંક્શનથી IP મિશન રોડ, 1 ઓક્ટો.થી 8 નવેમ્બર સુધી હિરાબજાર વાહનો માટે પ્રતિબંધિત

મહિધરપુરા, નાણાંવટ, કોટ્સફીલ રોડ પર નવું પાણી નેટવર્ક નાંખવાની કામગીરી હાથ ધરાશે. આ કામ એક મહિનો આઠ દિવસ સુધી ચાલશે જેથી સગરામપુરા રાજેશ્રી જળમથકથી કોટ્સફીલ રોડ, મુગલીસરા આઈ.પી.મીશન રોડ અને મહિધરપુરા હિરાબજાર મેઈન રોડ પર રસ્તાઓ ખોદી નવી લાઈનો નંખાશે. જેથી આ સમય દરમિયાન આ વિસ્તારના રસ્તાઓ રાહદારીઓ-વાહનચાલકો માટે બંધ રખાશે.

પાલિકા કમિશનરના જાહેરનામા મુજબ પ્રથમ તબક્કે લાલદરવાજા ડી.એમ.એ.માં મહીધરપુરા મેઈન રોડ પર અમીષા હોટેલ સર્કલથી પાટીદાર ભવન જંક્શન સુધી તારીખ 1 ઓક્ટોબર થી 8 નવેમ્બર 39 દિવસ દરમિયાન પાણીની લાઈન નાંખવાનું કામ શરુ કરાશે. તેથી લાલ દરવાજા ચાર રસ્તા તરફ વાહનો માટે વિકલ્પરૂપે રામપુરા મેઈન રોડથી લાલ દરવાજા ચાર રસ્તા તરફ જઈ શકાશે. ગોપીપુરા ડી.એમ.એમાં નવસારી બજાર જળવિતરણ મથક (રાજેશ્રી) ખાતે ગોપીપુરા ઈ.એસ.આર. થી સગરામપુરા પોલીસ ચોકી થઈ ડી.કે.એમ હોસ્પિટલ સુધી કોટ્સફીલ મેઈન રોડ પર મુખ્ય લાઈન નાંખવાની હોય એક તરફનો સિંગલ લેન 39 દિવસ સુધી રાહદારી-વાહન ચાલકો માટે પ્રતિબંધ છે. શાહપોર-નાંણાવટ ડી.એમ.એ.માં મરજાન શામી મસ્જીદ પાસેના જંકશનથી મુગલીસરા આઈ.પી.મિશન સ્કૂલ સુધીના રોડ પર પાણીની લાઈન અને તેના પરથી હાઉસ હોલ્ડ કનેકશનની કામગીરી તારીખ 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી એક મહિનો રાહદારી વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...