મુદત લંબાવાઈ:પાણી-ડ્રેનેજનાં જોડાણ 31 માર્ચ સુધીમાં કાયદેસર કરાવી શકાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂતિયાં જોડાણો કાયદેસર કરવાની મુદત લંબાવાઈ
  • ટેનામેન્ટ નંબર દીઠ ઉચ્ચક 500 રૂપિયા ભરવા પડશે

પાલિકાની હદમાં અનેક મિલકતોના ડ્રેનેજ-પાણીના જોડાણો ગેરકાયદે છે. આ જોડાણો નિયમબધ્ધ થાય તે માટે પોલીસી બનાવાઈ છે. જેનો લોકો લાભ લઇ જોડાણો કાયદેસર કરાવી શકે તે માટે 31 માર્ચ 2023 સુધીની સમયમર્યાદામાં અરજી કરી શકશે. અરજદારે 31 ઓગસ્ટ 2022 પહેલાના વેરાબીલ ભર્યાની રસીદ સહિત નમુના મુજબના ફોર્મ સાથે અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ ટેનામેન્ટ નંબર દિઠ 500 ઉચ્ચક રકમ ભરપાઇ કરવાની રહેશે.

પાલિકાના આકારણી દફતરે 31 ઓગસ્ટ 2022 સુધી નોંધાયેલી હોય તેવી રહેણાંક પ્રકારની બિલ્ડીંગોના અરજદાર 31 માર્ચ 2023 સુધીમાં વ્યકિતગત ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશન જાહેર કરી અરજી કરવાની રહેશે. અરજી સ્વીકારવાની સમયમર્યાદા 31 માર્ચ 2023 સુધીની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં પાણી- ડ્રેનેજના લાખો ગેરકાયદે કનેકશનો છે.

જો કે, કનેકશનો કાયદેસર કરવા સરકારે પોલીસી તો બનાવી છે પરંતુ પોલીસી અંગે લોકો અજાણ હોવાથી તેનો લાભ લઇ શકતા નથી. છેલ્લા દોઢથી બે વર્ષથી આ યોજના અમલમાં હોવા છતાં આજદિન સુધીમાં શહેરમાં લાખો ગેરકાયદે પાણી-ડ્રેનેજના કનેકશનો છે. જે કાયદેસર થઇ શક્યા નથી. આગામી દિવસમાં પાલિકા આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...