તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Water Cuts In Two Zones On Tuesday, Affecting 7 Lakh People; Afternoon In Varachha, Complete Closure In The Morning In Central Zone

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:મંગળવારે બે ઝોનમાં પાણી કાપ, 7 લાખ લોકોને અસર; વરાછામાં બપોરે, સેન્ટ્રલ ઝોનમાં સવારે સંપૂર્ણ બંદ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વરાછામાં પાણીની લાઈન લિકેજને પગલે તેના રિપેરિંગ કામગીરી હાથ ધરાનારી છે. તેથી 9મીએ મંગળવારે વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગથી દક્ષિણ તરફના વિસ્તારમાં પાણી પૂરવઠો બંધ રહેશે. હાઈડ્રોલિક ખાતાની કામગીરીને પગલે 7 લાખ લોકોને અસર થાઇ તેમ છે.

વરાછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ નજીક, વરાછા મેઇન રોડ પર જૂની 1219 મી.મી. વ્યાસની લાઈનના લિકેજને રિપેરિંગ કરવા કરવાની કામગીરી હાઇડ્રોલિક ખાતુ સોમવાર રાત્રે 11 કલાકથી મંગળવાર તારીખ 9 ફેબ્રુઆરીના રોજ બપોરે 1 કલાક અથવા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી હાથ ધરનારવામાં આવનાર છે.

હેડ વોટર વર્કસ વરાછા, ઉમરવાડા જળવિતરણ મથક, રાજેશ્રી જળવિતરણ મથકે તેમજ ખટોદરા જળવિતરણ મથક ખાતેથી તારીખ 9 ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ ઝોનના રાજમાર્ગથી દક્ષિણ વિસ્તારમાં સવારના સમયે પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. તેમજ વરાછા વિસ્તારમાં બપોરના સમયે પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. તેમાં, અશ્વિનીકુમાર, ફૂલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ તેમજ કાપોદ્રા વિસ્તારમાં બપોરના સમયે વિભાગીય ધોરણે અપાતો પાણી પુરવઠો સંપૂર્ણ બંધ થનાર છે. તેથી પાણી પુરવઠો અગાઉથી મેળવી સંગ્રહ કરી લેવા પાલિકાના હાઇડ્રોલિક ખાતાએ અપીલ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો