પાણીકાપ:સરથાણા, વરાછા, લિંબાયત ઉધનામાં બુધવારે પાણીકાપ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિમાડા જળવિતરણ મથક સામે વ્રજચોક ખાડી પરની લાઇનનું જોડાણ કરાશે
  • 50થી વધુ સોસા.ના 10 લાખને અસર થશે

સિમાડા જળવિતરણ મથકની સામે વ્રજચોક ખાડી ઉપરની ડીંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી રો-વોટર પાઈપલાઈન શિફટ કરવાની કામગીરી પૂર્ણ થતાં લાઈનની જોડાણની કામગીરી 11મીને બુધવારે શરૂ કરાશે. જેને કારણે સરથાણા, વરાછા, લિંબાયત અને ઉધના વિસ્તારના વિવિધ વિસ્તારોમાં 11મીએ પાણી પુરવઠો સંપુર્ણપણે બંધ રહેશે. 11મીએ સવારે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી કામગીરી કરાશે. જેની 12મીએ પણ અંશત: અસર જોવા મળશે. એક સાથે 4 ઝોનમાં પાણી પુરવઠો ખોરવાતાં 10 લાખની વસ્તીને અસર પહોંચશે.

આ વિસ્તારોમાં પાણીકાપની અસર વર્તાશેસરથાણા ઝોનઃ સીમાડા, સરથાણા અને પુણાના લક્ષ્મીનગર, આદર્શનગર, યોગીચોક, વીટીનગર, આનંદપાર્ક, શાંતિવન, પુરષોત્તમનગર, સી.અેચ. પાર્ક, સિંહ સર્કલ, યોગીચોક વગેરે તથા આસપાસની સોસાયટીઓ.

વરાછા ઝોનઃ મગોબ, પૂણામાં માતૃશક્તિ, નંદનવન, હસ્તિનાપુર, કિરણપાર્ક, શાંતિનિકેતન, મુક્તિધાન, ભૈયાનગર, સીતાનગર વગેરે સોસાયટીઓ. લિંબાયત ઝોનઃ ગોડાદરા, પરવત, ડીંડોલીના આસપાસનગર, ખોડીયારનગર, પટેલનગર, મહારાણા પ્રતાપ, પ્રિયંકા, નિલકંઠ, ઉમીયા, પુરૂષોત્તમનગર, ચંદ્રાંક, ભક્તિ નગર, મહાદેવ નગર, ડી.કે., નંદનવન, પ્રિયંકા સિટી, જે.બી. નગર, લક્ષ્મી પાર્ક, ગાયત્રી, શિવદર્શન, સંતોષીનગર, પ્રિયંકાનગર, જીતેષ પાર્ક, શિવ સાઈ શક્તિ, શ્રધ્ધા સોસાયટી, સહજાનંદ, ઓમ સાંઈ શક્તિ, ચિત્રકુટ, હસ્તિનગર, હાઈરાઈઝ શુભ વાટીકા, મોદી એસ્ટેટ, મૌર્ય નગર, ઓમનગર, અંબિકા, માકૃપા, તિરૂપતિ, આલોકનગર, મિલેનીયમ પાર્ક, મહાદેવનગર, લક્ષ્મી નારાયણ, સાઈનગર, હરિદ્વાર, મંગલદીપ, ગંગા સાગર, અયોધ્યા, અંબિકા, ગણપતિધામ, યોગેશ્વરપાર્ક, રાનીપાર્ક, અંબિકાપાર્ક, મીરાનગર, ગોવર્ધન, ભુવનેશ્વરીવગેરે સોસાયટીઓ. ઉધના ઝોનઃ ઉનગામ, તિરૂપતી નગર, તિરૂપતી ટાઉનશીપ, ગભેણી, ભીંડીબજાર, બુડીયા, જીઆવ, ભેસ્તાન H15 આવાસ, ઉમ્મીદનગર, કુંડી, દિપલી ગામ, વડોદ, સુખીનગર, આનંદો હોમ્સ, બમરોલી, રામેશ્વર ગ્રીન, મરાઠા નગર વગેરે તથા તેની આસપાસની સોસાયટી તથા લાગુ વિસ્તારો.

અન્ય સમાચારો પણ છે...