ખટોદરા જળ વિતરણ મથકની મુખ્ય પાણી લાઇન પર બટરફ્લાય વાલ્વ રિપ્લેસ કરવા અને જુના બુસ્ટર હાઉસ સહિતની ભૂગર્ભ ટાંકીની લાઇનમાં વાલ્વ બેસાડવાની કામગીરી અને કતારગામ વોટર વર્કસથી આવતી મેઇન લાઇનના જોડાણ પર પ્લેટ ફીટ કરવા 23મીને ગુરુવારે સવારથી મેગા ઓપરેશન હાથ ધરાશે. આ માટે વિવિધ જળ વિતરણ મથકની ટાંકી ભરી ન શકાય તેવી સ્થિતિમાં 23મીએ ઉધના, વરાછા, સેન્ટ્રલ, અઠવા અને લિંબાયત ઝોનમાં પાણી કાપ રહેશે.
24 માર્ચે પણ પુરવઠો અંશત: મળે અથવા ઓછાં પ્રેશરથી મળવાની શક્યતા છે. રિપેરિંગ કામગીરી પુરી થતાં જ પુરવઠો રાબેતા મુજબ કરાશે. આ સાથે જ પાલિકાના હાઇડ્રોલિક વિભાગે અસર હેઠળ વિસ્તારના રહીશોને અપીલ કરી છે કે, પાણીનો બિનજરૂરી ઉપયોગ ટાળે તથા જરૂરી માત્રા સંગ્રહ કરી લે તે હિતાવહ રહેશે.
ગુરુવારે શહેરના આ વિસ્તારોને પાણી નહીં મળે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.