ભાસ્કર એક્સક્લુઝિવ:પાણીનો વપરાશ 2018ના મેમાં 115.4 કરોડ લીટર હતો, જે આ વર્ષે મેના 16 જ દિવસમાં 140 કરોડ લીટરને પાર

સુરત2 મહિનો પહેલાલેખક: પ્રજ્ઞેશ પારેખ
  • કૉપી લિંક
છેલ્લા 5 વર્ષમાં ઉનાળા દરમિયાન સપ્લાય કરાયેલો પાણી પુરવઠોની વિગત - Divya Bhaskar
છેલ્લા 5 વર્ષમાં ઉનાળા દરમિયાન સપ્લાય કરાયેલો પાણી પુરવઠોની વિગત
  • ઉનાળો આકરા પાણીએ: હાલમાં જ વપરાશ 140 કરોડ લીટર ઉપર પહોંચી જતાં વર્ષ 2030માં પાણીની જરૂરિયાત 1852 એમએલડી થશે તો ગણતરી ઉંધી પડી શકે

ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમીમાં પાણીનો વપરાશ છેલ્લાં 5 વર્ષમાં સૌથી વધુ ચાલુ મે માસમાં રહ્યો છે. આ વર્ષે મેના 16 દિવસમાં જ સૌથી વધુ દૈનિક પાણીનો વપરાશ સરેરાશ 140 કરોડ લીટરે પહોંચ્યો છે. છેલ્લાં 5 વર્ષના ઇતિહાસમાં દૈનિક સરેરાશ પાણીનો આટલો વપરાશ નોંધાયો નથી, તેમજ સીપીએચઈઓ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિ દીઠ 135 લિટર પાણીની જરૂરિયાત છે તેની સામે હાલ પાલિકા પ્રત્યેક વ્યક્તિ દીઠ 200 લિટર પાણી આપી રહી છે.

2018ના મે માસમાં પાણીનો વપરાશ 115.4 કરોડ લીટર (1154 MLD) હતો. શહેરની 65 લાખ વસ્તીએ પાણીની જરૂરિયાત દૈનિક 140 કરોડ લિટર (1400 MLD) થઈ ગઈ છે. શહેરનો વિસ્તાર વધવા સાથે નવી સોસાયટી, એપાર્ટમેન્ટોમાં વધારો માઇગ્રેશન પબ્લિકમાં થતો વધારો પાણીના વપરાશ પાછળ જવાબદાર કારણ ગણાય છે. વર્ષ 2030માં પાણીની જરૂરીયાત 185.2 કરોડ લીટર (1852 MLD) થશે તો પાલિકાની ગણતરી ઉંધી પડી શકે છે.

હાલમાં પાણીની માંગ 1400 MLD પહોંચતાં ગણતરી ઉંધી પડી શકે
સરકારમાં રજૂ કરેલા વોટર એક્શન પ્લાનમાં 2030ના વર્ષે વસ્તી 95.30 લાખ નોંધાશે ત્યારે દૈનિક માંગ 1852 MLD થશે. જેથી ગણતરી ઉંધી પડશે.

શહેરમાં દર વર્ષે માઇગ્રેશન લોકો વધતાં પાણીની માંગ વધી રહી છે
વસ્તી વધારો, નવી સોસાયટી, એપાર્ટમેન્ટો અને શહેરમાં દર વર્ષે 4 લાખની સામે 6 લાખ લોકોનું માઈગ્રેશન થતા પાણીની માંગમાં વધારો થયો છે.

વેસુથી ડુમસ સુધીમાં પાણીની બુમ પાલિકાને નવનેજા પાણી ઉતર્યા
વેસુથી ડુમસ સુધીના વિસ્તારમાં પાણીની બુમ ઉઠી છે. 15 વર્ષથી કોઈ જ નક્કર પ્લાનિંગ થયું નથી. તેથી આજે પરિસ્થિતિ કફોડી છે.

અન્ય સમાચારો પણ છે...