તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં 150થી વધુ મિનરલ વોટરના પ્લાન્ટ ધમધમે છે. ઉનાળાે નજીક આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાે પાણીનો કાળો કારોબાર ફરી શરૂ થયાે છે. પરંતુ પાલિકાનું ફુડ ખાતુ આંખ આડા કાન કરતું આવ્યું છે. જોકે, આખરે ફરિયાદો ઉઠતાં વહિવટી તંત્ર સાથે પાલિકાનું ફુડ ખાતુ પણ દોડતું થયું છે. જોકે, માત્ર 16 પ્લાન્ટ સામે કાર્યવાહી કરાઈ છે પરંતુ હજી કામગીરી જારી હોવાનું ફુડ ખાતાનું કહેવું છે. જ્યારે લેવાયેલા સેમ્પલો પણ ફેલ ગયાં હોવાનું જાણવા મળે છે.
નોટીસ બાદ પણ લાયસન્સ રજુ ન થતા કાર્યવાહી
‘4 ઝોન મળી કુલ 16 મિનરલ વોટર વેચનાર સંસ્થાઓને સીલ મારવાની કામગીરી ચાલુ છે. બીઆઈએસ અને ફુડ લાયસન્સ વગર જ પાણીનું વેચાણ કરતાં હતાં.અગાઉ નોટીસ આપી હતી પરંતુ લાયસન્સ રજુ ન કરી શકતા સીલ કરવાની કાર્યવાહી કરી છે. > જગદીશ સાલુંકે, ચીફ ફુડ ઇન્સ્પેક્ટર, પાલિકા
મિનરલ વોટર વેચતા આ પ્લાન્ટ સામે એક્શન
{ ચિંતન રૂવાળા, લાલ દરવાજા { પંથ માર્કેટીંગ, અમરોલી { મારુતિ વોટર, છાપરાભાઠા રોડ { સાંઇ વોટર, વેડ રોડ { અક્ષર બેવરેજીસ, કતારગામ { સરસ્વતી મિનરલ વોટર, કતારગામ { ધારા એન્ટર પ્રાઇઝ, પાલનપુર { જય એકવા, જહાંગીરપુરા { જેની એક્વા, ઉગત{ મહેક એક્વા, પાલનપુર જકાતનાકા { શીવધારા મિનરલ વોટર, પાલનપુર { ગન ગણપતે વોટર, સોશ્યો સર્કલ { રોયલ ફુડ એન્ડ બેવરેજીસ, ઉધના ઉદ્યોગનગર{ ક્વોલીટી વોટર માર્કેટીંગ, ઉન{ સબીલ મિનરલ વોટર, ઉન{ ભેરૂનાથ માર્કેટીંગ, ભેસ્તાન.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.